Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

વિશ્વકપમાં ૩ શતક લગાવનાર ઇંગ્લેન્ડના પ્રથમ બેટસમેન બન્યા જો રૂટ

વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ શુક્રવારના જો રૂટ વિશ્વકપ ઇતિહાસમાં ત્રણ શતક લગાવનાર ઇંગ્લેન્ડના પહેલા ખેલાડી બન્યા. એમણે પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસનનો રેકોર્ડ તોડયો જેમનુ નામ વિશ્વકપમાં બે શતક માટે છે. રુટએ ર૦૨પ ના વિશ્વકપમાં એ શતક બનાવ્યુ હતુ.  અને આ વિશ્વકપમાં અત્યાર સુધીમા તે બે શતક  લગાવી ચુકયા છે.

(11:16 pm IST)
  • પોરબંદરના ખંભાળા અને ફોદારા જળાશય વિસ્તારમાં સાંજે એકથી દોઢ ઇંચ પોરબંદરઃ પોરબંદર નજીક સાંજે ખંભાળા જળાશયમાં ૨૯ મીમી અને ફોદારા જળાશયમાં ૪૦ મીમી વરસાદ વરસી પડયો હતો. પોરબંદરમાં આખો દિવસ ધુપછાંવ બાદ સાંજે ઉઘાડ થઇ ગયો છે. access_time 7:39 pm IST

  • ગુજરાતના તબીબોને હડતાલમાં નહિં જોડાવવા નાયબ મુખ્યમંત્રીની અપીલ : રાજયમા દર્દીઓના હિતને ધ્યાનમાં લઈ હડતાલમાં ન જોડાવવા નીતિનભાઈ પટેલે કરી અપીલ : ૧૭મી જૂને તબીબોને હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચારી છે ત્યારે નાયબ મુખ્યમંત્રીએ તેઓને હડતાલ પર ન જવા અપીલ કરી છે access_time 5:47 pm IST

  • 'વાયુ' વાવાઝોડુ દીવથી પશ્ચિમે ૩૯૦ કિ.મી. અને પોરબંદરથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમે ૨૮૦ કિ.મી. દૂરઃ આ વાવાઝોડુ પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યુ છે. હાલમાં આ વાવાઝોડુ સ્થિર છે. જે ૬ કિ.મી.ની ગતિએ આગળ ચાલશે. બપોરે ૨:૩૦ વાગ્યે લેવાયેલ લેટેસ્ટ ઈન્સેટ તસ્વીરમાં વાવાઝોડુ ગુજરાતથી દૂર જઈ રહ્યું છે access_time 3:39 pm IST