Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

અંગૂઠામાં ફ્રેકચર છતાં જીમમાં પરસેવો પાડતો શિખર : વિડીયો પોસ્ટ

અંગુઠામાં ફેકચરની પીડા સહન કરી રહેલા ભારતનાં જાબાંઝ બેટ્સમેન શિખર ધવન પોતાને થયેલી ઈજા સાથે લડવા માટે પુરી મેહનત કરી રહ્યો છે. આ જ પ્રયાસનાં ભાગ રૂપે ધવને સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. કે જેમાં તે જોરદાર એકસરસાઈઝ કરી રહ્યો છે.

વીડિયો તો પોસ્ટ કર્યો છે પણ સાથે સાથે તેણે પોતાનાં ફેન્સ માટે એક સંદેશો પણ લખ્યો છે. તેમાં તેણે ફેન્સનો આભાર વ્યકત કર્યો છે અને આગળ લખ્યું કે, આપ આ પરિસ્થિતિને ખરાબ બનાવી શકો છો અથવા તો વાપસી કરવાનો મોકો. આપે પણ મારા સારા થવા માટે મોલકેલા સંદેશા માટે આભાર.

(1:09 pm IST)