Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

પાકિસ્તાન સામેની મેચમાં અમે બેસ્ટ પર્ફોર્મન્સ કરીશુ : કોહલી

આવતીકાલે ટીમ ઈન્ડિયાના ટાઈગર્સનો કટ્ટર હરીફ પાક. સામે મુકાબલોઃ અમે માનસિક રીતે સંપૂર્ણપણે ફીટ : રણનીતિ મુજબ રમીશુ : બપોરે ૩ થી જંગ

નોટિંગહેમઃ  ન્યુઝીલેન્ડ સામેની મેચ વરસાદને કારણે એકપણ બોલ ફેંકયા વગર ધોવાઈ ગયા પછી હવે ભારતની આગામી મેચ આવતી કાલે માન્ચેસ્ટરમાં પાકિસ્તાન સામે છે. ન્યૂ ઝીલેન્ડ સામેની વર્લ્ડ કપની મેચ વરસાદને કારણે રદ થઈ ગયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ નિરાશા વ્યકત કરી હતી.  જોકે તેણે પોતાનું પૂરેપૂરું ફોકસ પાકિસ્તાન સામેની આગામી મેચ પર જમાવી દીધું છે.

કોહલીએ મીડિયાને કહ્યું કે આ મેચમાં તમે પાકિસ્તાન સામે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશું. વર્ષો થી અમારા મુકાબલા પ્રતિસ્પર્ધી રહ્યા છે. દુનિયાભરમાં લોકોને અમારા બન્ને વચ્ચેની મેચ માં રસ હોય છે અને આટલી મોટી મેચ નો ભાગ હોવું એ ગર્વ ની વાત છે. મેચમાં અમે અમારું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ. અમને ખબર છે કે અમારી માનસિક તૈયારી પૂરેપૂરી છે.

મેદાન પર જઈને મારે રણનીતિ નો અમલ કરવાના છે. સરહદની આરપાર બન્ને દેશના ક્રિકેટ પ્રેમી આ મેચની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેદાન પર ઉતરતા જ બધું શાંત થઈ જાય છે. માહોલ બહારથી પહેલી નજરે ડરામણો દેખાય, પરંતુ અંદર એવું કાંઈ હોતું નથી. અમે અમારી રણનીતિ નો અમલ કરીશું.

(11:52 am IST)