Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

એક પણ સદી ફટકાર્યા વિના કેકેઆરએ આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર (245) બનાવ્યો

આઈપીએલની 11મી સિઝનની 44મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) ઈન્દોરમાં તોફાની બેટીંગ કરતા એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેકેઆરે શનિવારે પહેલા બેટીંગ મળવાનો ફાયદો ઉઠાવ્યો અને 20 ઓવરમાં 6 વિકેટે 245 રન બનાવી દીધા.

સદી વિના ટીમના સૌથી મોટા સ્કોરની વાત કરીએ તો, કેકેઆરએ આઈપીએલનો સૌથી મોટો રન (245) બનાવ્યો. કેકેઆર તરફથી સુનિલ નરૈને 75 બોલમાં (36 બોલમાં) અને કેપ્ટન દિનેશ કાર્તિકે 50 (23 બોલમાં) રનની ઈનિંગ રમી. ઓવરઓલ ટી-20ની વાત કરીએ તો, કેકેઆરએ કોઈપણ સેન્ચુરી વિના સંયુક્ત રૂપથી બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ઈનિંગમાં સદી વિના સૌથી મોટો સ્કોર શ્રીલંકાએ 2007માં કેન્યા વિરુદ્ધ ટી-20 વર્લ્ડકપમાં (260/6) બનાવ્યો હતો. ઈનિંગમાં સનથ જયસૂર્યા અને મહેલા જયવર્ધને ક્રમશઃ 88 અને 65 રન બનાવ્યા હતા.

IPLની વાત કરીએ તો આરબીસીની ટીમ દ્વારા અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર (263/5) બનાવવામાં આવ્યો છે. RCBની ટીમે 2016માં પણ 248 રન બનાવ્યા હતા. જ્યારે પછી ચેન્નઈની ટીમનો નંબર આવે છે. તેણે 2010માં 5 વિકેટ ગુમાવીને 246 રન બનાવ્યા હતા.

કેકેઆરની ટીમ દ્વારા IPLની 11મી સિઝનનો હાઈએસ્ટ સ્કોર હતો. પંજાબ સામે 245 રન બનાવતા રેકોર્ડ બુકમાં તેનું નામ આવી ગયું હતું. જ્યારે દિલ્હી અને રાજસ્થાનની ટીમ ક્રમશઃ 219 અને 217 રન બનાવી શકી છે.

કોલકાતાએ 10 વર્ષ પહેલા પોતાની પહેલી સિઝનમાં આરસીબી વિરુદ્ધ 222 રન બનાવ્યા હતા. જેમાં બ્રાન્ડન મેક્કુલમે 158 રનની ઈનિંગ રમી હતી. જે બાદ પહેલીવાર તેણે 245 રન બનાવ્યા હતા.

(11:16 pm IST)