Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

હવે મહિલા ખેલાડી પણ રમશે આઇપીઅેલ !

મુંબઇઃ ગત વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન બાદ દેશમાં મહિલા ક્રિકેટ પર વધુ ફોકસ કરવાની વાત થઈ રહી છે. આ ઉપરાંત IPLની જેમ મહિલાઓની ટી-૨૦ લીગ શરૂ કરવાની પણ માગ ઊઠી છે. મહિલા IPL કેવી હશે અથવા તેનું રિહર્સલ કરવા માટે BCCIએ આ લાઇન પર એક મુકાબલો યોજવાનો નિર્ણય કર્યો છે.

આ મુકાબલો વર્તમાન IPLના પ્લેઓફ મુકાબલા અગાઉ મુંબઈમાં 22 મેનાં રોજ યોજાશે. બપોરે 2.30 કલાકે યોજાનાર આ મુકાબલાનું જીવંત પ્રસારણ પણ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે.

મુકાબલો IPLની જેમ રમાશે. બંને ટીમોની પ્લેઇંગ ઇલેવનમાં ચાર-ચાર વિદેશી ખેલાડી પણ હશે. દરેક ટીમમાં 10-10 ભારતીય અને પાંચ-પાંચ વિદેશી ખેલાડી હશે. BCCI ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા વિદેશી બોર્ડના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં ખેલાડીઓના નામની નામની જાહેરાત કરવામાં આવશે.

મુકાબલાને યોજવાનો ઉદ્દેશ્ય મહિલા ક્રિકેટરોની સાથે-સાથે દર્શકોના મૂડને પણ જાણવાનો છે. આ મુકાબલો મહિલાઓની લીગની એક ઝલક તરીકે પણ જોવામાં આવી રહ્યો છે જે આગામી સમયમાં શરૃ થઈ શકે છે.

(8:24 pm IST)