Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

અશ્વિન ત્રીજા સ્થાને ફેઈલ થતા પ્રીતિ સેહવાગ ઉપર ભડકી ઉઠી હતી : વિરૂએ રાજીનામાની પણ ચિમકી આપી હતી?

બંને વચ્ચેની વાતચીત તકરાર બની ગઈ

કિંગ્સ ઈલેવન પંજાબના માલિક પ્રિતી ઝીન્ટા અને ટીમના મેન્ટર વિરેન્દ્ર સેહવાગ વચ્ચેનો વિવાદ વધુ ઘેરાઈ ગયો છે. ટીમ મેચ હારતા પ્રિતીએ વિરૂને ખખડાવતા હોય તેવા મેસેજીસ સોશ્યલ મીડિયામાં વહેતા થયા હતા. આ મામલે નવો ખુલાસો  આવ્યો છે. જેમાં પ્રીતિએ સતત વિરૂ ઉપર આરોપો લગાવતા સેહવાગ ગુસ્સે થઈ ગયો હતો અને સામે તેણે પણ જવાબ આપવાના શરૂ કરી દીધા હતા. સેહવાગ ઈચ્છતો નથી કે ખેલાડીઓ રમત સિવાય અન્ય કોઈ મામલે રસ દાખવે. તેથી આ મામલે તેણે કોઈપણ રસ દાખવે. તેથી આ મામલે તેણે કોઈપણ ટીપ્પણી આપવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

 

કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી નવો ખુલાસો આવ્યો છે કે પ્રીતિએ સેહવાગને એવુ કંઈ કહ્યુ ન હતું જેના લીધે બંને વચ્ચેની વાત આગળ વધે.

સૂત્રો કહે છે કે દરેક મેચ બાદ હાર - જીતનું વિશ્લેષણ થતુ હોય છે જે સ્ટાન્ડર્ડ ઓપરેશન રિવ્યુનો એક ભાગ છે. ટીમ હારે તો પ્રીતિ આ મામલે વાતચીત કરે છે તે દિવસે પણ આવુ જ થયુ હતું પણ વાતચીત વિવાદ કેવી રીતે બની ગયો તે કોઈને ખબર પણ પડી ન હતી.

અશ્વિનને ત્રીજા ક્રમે મોકલવામાં આવતા બંને વચ્ચે તકરાર થયાનું સૂત્રો કહે છે. કરૂણ નાયર અને મનોજ તિવારીના બદલે અશ્વિનને ત્રીજા નંબરે ઉતારતા તે ખાતુ ખોલાવ્યા વગર પેવેલીયન ભેગો થઈ ગયો જેનો ગુસ્સો પ્રીતિએ સેહવાગ ઉપર ઉતાર્યો અને સેહવાગે મેન્ટર તરીકે રાજીનામુ આપી દેવાનું પણ પ્રીતિને ચોપડી દીધુ હતું.(૩૭.૯)

(3:35 pm IST)