Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

મુંબઇ અને રાજસ્થાન વચ્ચે નિર્ણાયક મેચને લઇ રોમાંચ

રવિવારે બંને ટીમો આમને સામને આવશે : રહાણે- રોહિત શર્માની કસૌટી : મેચનુ રાત્રે આઠ વાગ્યાથી જીવંત પ્રસારણ કરાશે : મુંબઇમાં મેચને લઇને ભારે ક્રેઝ

મુંબઇ,તા. ૧૨ : હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પણ નિર્ણાયક મેચ રમાનાર છે. તેમની વચ્ચે આગામી રાઉન્ડમાં કોણ પ્રવેશ કરશે તેની સ્પર્ધા રહેશે. બન્ને ટીમો જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી મેચમાં ચેન્નાઇ સુપર જેવી ટીમ સામે જીત મેળવી લીધા બાદ રાજસ્થાન રોયલ્સે આશા જગાવી છે. બટલર જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ગઇકાલે તે પોતાની ટીમને છેલ્લે સુધી બેટિંગ કરીને જીતાડી ગયો હતો. બીજી બાજુ મુંબઇ પર ઘરઆંગણે જીત મેળવી લેવા માટે વધારે દબાણ રહેશે. આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ બંને ૧૦ -૧૦ પોઇન્ટ ધરાવે છે પરંતુમુંબઇ સારા રન રેટ સાથે ચોથા સ્થાને છે. બન્ને ટીમો નીચે મુજબ છે

મુંબઇ ઇન્ડિયન્સ : બુમરાહ, ચહેલ, કમિન્સ, કટિંગ, ધનંજયા, બિન્ની, લાડ, લેવિસ, લુંબા, મેકક્લાઘન, માર્કંડે, મોહસીન ખાન, રહેમાન, નિદેશ, હાર્દિક પંડ્યા, કેએચ પંડ્યા, પોલાર્ડ, રોય, સાંગવાન, રોહિત શર્મા (કેપ્ટન), તેજેન્દરસિંહ, એપી તારે, તિવારી યાદવ.

રાજસ્થાન રોયલ્સ : રહાણે (કેપ્ટન), અંકિત શર્મા, અનુરીતસિંહ, આર્ચર, બિન્ની, બિરલા, બટલર, ચામીરા, ચોપડા, એસ ગોપાલ, ગોથમ, કુલકર્ણી, લાગલીન, લોમરોર, એસ મિથુન, સેમસંગ, સક્સેના, બેનસ્ટોક, ત્રિપાઠી, ઉનડકટ, ઝહીર ખાન

(12:33 pm IST)