Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

નિવૃત્તિ અંગે વિચારણા નહીં કરવા મહેન્દ્રસિંહ ધોનીને લતા મંગેશકરની અપીલ

ટ્વિટ કરીને ગાયિકા લતા મંગેશકરે અપીલ કરી : મહેન્દ્રસિંહ ધોનીના ચાહકોની નિવૃત્તિ ન લેવાની અપીલ

નવીદિલ્હી, તા. ૧૧ : વર્લ્ડકપમાં ભારતના અભિયાનની પૂર્ણાહૂતિ થયા બાદ તરત જ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઈ હતી. આ ચર્ચાઓના દોર વચ્ચે ધોનીના ક્રિકેટ ચાહકો ભારે નિરાશ દેખાઈ રહ્યા હતા અને નિવૃત્તિ નહીં લેવાની અપીલ કરી રહ્યા હતા. આવા ચાહકોના દેશની મહાન ગાયિકા લતા મંગેશકર પણ સામેલ છે. લતા મંગેશકરે આજે ટ્વિટ કરીને નિવૃત્તિ ન સ્વીકારવા ધોનીને અપીલ કરી હતી. લતા મંગેશકરે કહ્યું છે કે, હાલમાં તેઓ સાંભળી રહ્યા છે કે, ધોની નિવૃત્તિ લેવા માટે ઇચ્છુક છે પરંતુ તેમની સલાહ છે કે, ધોનીએ નિવૃત્તિ લેવાની વિચારણા પણ હાલમાં કરવી જોઇએ નહીં. લતા મંગેશકરે ધોનીને વિનંતી કરીને આ મુજબની વાત કરી છે. નિવૃત્તિ લેવા અંગે વિચારણા પણ કરવાની જરૂર નથી. લતા મંગેશકરના કહેવા મુજબ ધોની હજુ પણ ટોપના સ્તર પર ટોચના સ્તરની રમત રમી રહ્યો છે જેથી નિવૃત્તિ લેવા અંગે કોઇ વિચારણા કરવી જોઇએ નહીં. વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં પણ ધોનીએ શાનદાર રમત રમીને અડધી સદી કરી હતી અને છેલ્લી ઘડીએ રનઆઉટ થતાં મેચની રોમાંચકતા ખતમ થઇ હતી.

(7:42 pm IST)
  • આકાશમાં આફત ;માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ ;એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST

  • કર્ણાટકમાં આવતા 96 કલાકમાં કઈક નવા-જૂની થઈ શકે છે : બેંગ્લોર પોલીસે તા. 11 થી 14 જુલાઈ દરમ્યાન, વિધાનસભા સ્થળના ફરતે 2 કિ. મી. વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દીધી : આવતા 48 કલાકમાં કર્ણાટકના મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે તેમ આધારભૂત સુત્રોમાંથી જાણવા મળે છે access_time 10:35 pm IST

  • ગુજરાતના ખેડૂતોના માથે ૮૩ હજાર કરોડનું દેવું : રાજયમાં ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડીઃ હર્ષદ રિબડીયાએ દેવા માફી બીલ રજુ કર્યું: કોંગ્રેસ સમર્થન આપશે access_time 1:05 pm IST