Gujarati News

Gujarati News

  • ભાવનગરમાં વધુ એક જીએસટી બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું :ગુજરાત જીએસટી વિભાગે ભાવનગરમાં વધુ એક બોગસ જીએસટી બિલિંગ કરવાના આરોપસર ચાર્મી ઇન્ડ્રસ્ટ્રીઝના મિલન માવાણીની ધરપકડ કરી :15,60 કરોડના બોગસ ઇનવોઈસ બનાવી કરોડોની કરચોરી કરી :છેલ્લા બે દિવસમાં ભાવનગરથી ત્રીજી ધરપકડ :આગામી દિવસોમાં રાજ્યમાં બોગસ બિલિંગ મામલે વધુ ધરપકડ થવાની શકયતા access_time 11:13 pm IST

  • કર્ણાટક પછી હવે ગોવા કોંગ્રેસમાં જબરું બખડજંતર : ગોવા કોંગ્રેસના 10 ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેમ ન્યૂઝફર્સ્ટના હવાલાથી જાણવા મળે છે. access_time 8:53 pm IST

  • ડાંગ જિલ્લાના આહવા તાલુકાના થોરપાડા ગામના અવીરાજભાઈ સખારામભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. અવીરાજભાઈ સખારામભાઈ ચૌધરીએ ઝી એડવાન્સની પરીક્ષા પાસ કરી છે. અવીરાજભાઈને આઈ આઈ ટી દિલ્હી ખાતે એડમિશન મળ્યું છે. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવેલ હતી. access_time 3:55 pm IST