Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સાઉથ આફ્રિકાના બે મહિલા ક્રિકેટર લગ્ન તાંતણે બંધાયા

ડેન વાર નાઇકર્ક મહિલા ટીમની કેપ્ટન અને મેરિઝેને કેપ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે

દક્ષિણ આફ્રિકા ટીમની બે મહિલા ક્રિકેટર્સ ડેન વાર નાઇકર્ક અને તેની સાથી ખેલાડી મેરિઝેને કેપ્પે લગ્નના તાંતણે બંધાઇ ગયા છે. બે મહિલા ક્રિકેટરોએ લગ્ન કર્યા હોય તેવી આ માત્ર બીજી ઘટના છે. અગાઉ  ગત વર્ષે ન્યૂઝીલેન્ડની એમી સેટ્ટર્થવેઇટ અને લિયા તાહુઉએ એમ બંને મહિલા ક્રિકેટરોએ લગ્ન કર્યા હતા. ડેન વાર નાઇકર્ક દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની કેપ્ટન છે જ્યારે મેરિઝેને કેપ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. બંનેએ ૨૦૦૯માં વિમેન્સ વર્લ્ડકપ વખતે જ આંતરરાષ્ટ્રીય કારકિર્દી આરંભી હતી.

(11:45 am IST)