Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે કાલે અને ઈંગ્લેન્ડ- ક્રોએશિયા વચ્ચે બુધવારે સેમીફાઈનલ મુકાબલો

ફૂટબોલ વર્લ્ડકપનો રોમાંચ છેલ્લા તબક્કામાં પહોંચ્યો છે. ચાર ટીમોના નામ પણ સામે આવ્યા છે. જે પૈકી કોઈ એક ચેમ્પિયન બનશે. સેમી ફાઈનલમાં પહોંચનારી ટીમોમાં નામ છે ફ્રાન્સ, બેલ્જિયમ, ક્રોએશિયા અને ઈંગ્લેન્ડ આ ચાર ટીમો વચ્ચે ૧૦ અને ૧૧ જુલાઈએ સેમી ફાઈનલ રમાશે તો બંને મેચોની વિજેતા ટીમો વચ્ચે ૧૫ જુલાઈએ ફાઈનલ થશે. કવોર્ટર ફાઈનલમાં સૌથી પહેલા આર્જેન્ટીનાની ટીમ બહાર થઈ હતી. તો સૌથી છેલ્લે બહાર થનારી ટીમ રશિયા હતી.

(4:24 pm IST)