Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

હાર્દિકે બર્થ-ડે ગીફટમાં આપી ધોનીને નવી હેરસ્ટાઈલ

મહેન્દ્રસિંહ ધોનીને ૩૭મી વર્ષગાંઠ પર હાર્દિક પંડ્યાએ એક ખાસ ગીફટ આપી હતી. પોતાની વિવિધ હેરસ્ટાઈલને લઈને ચર્ચામાં રહેનારા હાર્દિક પંડ્યાએ જાતે જ ધોનીના વાળ કાપ્યા હતા. હાર્દિકે સોશ્યલ મીડીયામાં એક ફોટો શેર કરતા લખ્યુ હતું કે સ્પેશિયલ ડે પર સ્પેશ્યલ હેરકટ. માહીને મારી બર્થડે ગીફટ. આ સ્ટન્ડ એક નિષ્ણાંત દ્વારા કરવામાં આવ્યો છે. ઘર પર એને કરવાની ભૂલ ન કરતા.

 

(4:23 pm IST)