Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

હવે આઈપીએલમાં ' નો બોલ 'માટે હશે સ્પેશિયલ અમ્પાયર

નો બોલ અંગેના ઘણા વિવાદો બાદ આઇપીએલ સંચાલન સમિતિ દ્વારા લેવાય શકે છે નિર્ણંય

 

મુંબઈ : IPL સંચાલન પરિષદ પહેલીવાર 'નો બોલ' માટે સ્પેશિયલ એમ્પાયર રાખવાનું વિચારી રહી છે. ભૂતકાળમાં ઘણા વિવાદિત નિર્ણયોને કારણે ભારતીય મેચ અધિકારીઓના સ્તર પણ સવાલો ઉઠી ચૂક્યાં હોવાની વાતને ધ્યાનમાં રાખીને પ્રણાલી લાગુ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે, આઈપીએલની મેચો દરમિયાન 'પાવરપ્લેયર' સબ્સ્ટીટ્યૂશન પણ અત્યારે શરૂ કરાઈ રહ્યું નથી કારણ કે, સપ્તાહના અંતમાં શરૂ થઈ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી નેશનલ ટી20 ચેમ્પિયનશિપમાં આનું ટ્રાયલ નહીં થઈ શકે.

પૂર્વ ટેસ્ટ બેટ્સમેન બ્રિજેશ પટેલની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં FTP વિન્ડો, વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા, ભારતીય ટીમ FTP અને ફ્રેન્ચાઈઝની વિદેશમાં ફ્રેન્ડલી મેચ રમવાની શક્યતાઓ પર વાત થઈ. સંચાલન પરિષદના એક સભ્યે પત્રકારોને કહ્યું કે, 'બધું બરાબર રહ્યું તો આઘામી IPLાં નિયમિત એમ્પાયર્સ ઉપરાંત નો-બોલ માટે એક સ્પેશિયલ એમ્પાયર હશે. IPL સંચાલન પરિષદની પ્રથમ બેઠકમાં અંગે વાત થઈ હતી.'

ગત આઈપીએલમાં નો-બોલના ઘણા નિર્ણયો પર વિવાદ થયા હતા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ભારતીય એમ્પાયર એસ રવિ સાથે ઝઘડો થઈ ગયો જે એક મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના લસિથ મલિંગાના નો-બોલને એમ્પાયર ટ્રેક નહોતા કરી શક્યા જેના કારણે RCB મેચ હારી ગઈ હતી.

પાવરપ્લેયર વિશે અધિકારીએ કહ્યું કે, ' અંગે વાત કરવામાં આવી પણ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પ્રયોગ માટે હવે સમય બચ્યો નથી.'

(12:37 am IST)