Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ડ્રગની દાણચોરીના આરોપમાં ડચ ઓલિમ્પિક સ્પ્રિન્ટર માડિયા ગફૂરને સાડા આઠ વર્ષની સજા

 

જર્મનીમાં ડ્રગની દાણચોરીના આરોપમાં ડચ ઓલિમ્પિક સ્પ્રિન્ટર માડિયા ગફૂરને સ્થાનિક અદાલતે  સાડા આઠ વર્ષની સજા સંભળાવી છે.

જર્મન સમાચાર એજન્સીના અહેવાલો અનુસાર, ગફૂરે જૂન મહિનામાં નેધરલેન્ડથી જર્મનીમાં આશરે 50 કિલો એક્સ્ટસી અને બે કિલો મેથેમ્ફેટેમાઇનની આયાત કરી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે બંને દવાઓ પર બધે પ્રતિબંધિત છે. પણ ઉલ્લેખનીય છે કે 27 વર્ષીય ગફૂરે ગયા વર્ષે 400 મીટરમાં યુરોપિયન ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચ્યો હતો. ઉપરાંત, તેણે 2016 ના ઓલિમ્પિક્સમાં 4 × 400 માં પણ ભાગ લીધો હતો.

(11:24 pm IST)