Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ખરાબ વાતાવરણ વચ્ચે મેંચ રમવા બદલ ગાંગુલીએ બન્ને ટીમનો માન્યો આભાર

ભારતીય કિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ તાજેતરમાં રોહિત શર્મા અને મહમ્મુદુલ્લાહનો આભાર માન્યો છે. નવી દિલ્હીમાં ખરાબ વાતાવરણને લીધે રાજકીય પક્ષના નેતાથી લઈ સામાન્ય જનતા હેરાન થઈ રહી છે એવામાં આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભારત ખને બંગલા દેશની ટીમ પહેલી ટીર૦ મેચ રમી એ બદલ ગાંગુલીએ બન્ને ટીમનો માભાર માન્યો છે. ગાંગુલીએ કહ્યું  હતું કે ખરાબ વાતાવરણમાં પણ ગેમ રમવા બદલ બન્ને ટીમનો આભાર. શાબાશ બંગલા દેશ. પહેલી મેચ પહેલાં પણ ગાંગુલીએ બંગલા દેશની ટીમનો આભાર માન્યો હતો કેમ કે તેમણે આ ખરાબ વાતાવરણ વિશે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી નહોતી અને માસ્ક પહેરીને પ્રેકિટસ સેશનમાં ભાગ લીધો હતો.

(3:33 pm IST)