Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પેરીસ માસ્ટરનો ખિતાબ જીત્યો જોકોવિચ : કરીયરનો ૧ હજારમો મેચ યાદગાર બન્યો

પેરીસ : ટેનીસ સ્ટાર પ્લેેયર નોવાક જોકોવિચ પેરીસ માસ્ટરનું ટાઈટલ પોતાના નામે કરવામાં સફળ રહ્યો હતો. એટીપી ફાઈનલમાં તેણે ડેનીસ શાપોવાલોવને ૬-૩, ૬-૪થી માત આપી હતી. પોતાના કરીઅરની ૧૦૦૦મી ફાઈનલ મેચ રમી રહેલા જોકોવિચે આ મેચમાં પણ પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કર્યુ હતું.

આ મેચ વિશે વાત કરતા જોકોવિચે કહ્યુ હતુ કે મારા ખ્યાલથી આ ટુર્નામેન્ટની આ મારી બેસ્ટ સર્વિંગ મેચ હતી એટલે જ કદાચ આ મેચ નાની રહી હતી. મેં શરૂઆતથી તેના પર પ્રેશર બનાવી રાખ્યુ હતુ અને તેને વધારે ચાન્સ પણ આપ્યો નહોતો. આ અઠવાડીયાની આ મારી બેસ્ટ મેચ હતી. ટેનીસના સંદર્ભમાં હું રોજ મારી જાતને સુધારવાનો પ્રયાસ કરતો જાઉં છું.

(1:03 pm IST)