Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૧૯ માટે મુંબઈ ટીમની જાહેરાત

મુંબઈ : નવેમ્બર ૮ થી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી શરૂ થશે આ ટુર્નામેન્ટ માટે મુંબઈ ટીમની જાહેરાત થઈ છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની ટીમની પ્રથમ મેચ મિજોરમથી નંબર ૮ થી થશે. તમને જણાવી દઈએ કે, સૈયદ મુશ્તાક અલી ૨૦૧૯ ની સમાપ્તી ૧ ડીસેમ્બરથી થશે.

આ ટુર્નામેન્ટમાં મુંબઈ ટીમની કેપ્ટનશીપ સૂર્ય કુમાર યાદવ કરવાના છે જ્યારે સિદ્દેશ લાડ, આદિત્ય તારે, સરફરાઝ ખાન અને ધવલ કુલકર્ણી જેવા ખેલાડી પણ આ ટીમના ભાગ છે. તેના સિવાય તુષાર દેશપાંડેને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી.

મુંબઈ ટીમ આ પ્રકાર છે : સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન), જય બિસ્સા, આદિત્ય તારે, સરફરાઝ ખાન, જયદીપ પરદેશી, સિદ્દેશ લાડ, શુભમ રંજન, શમ્સ મુલાની, પરીક્ષિત વલસાંગકર, રોનક શર્મા, ધવલ કુલકર્ણી, કુર્તિક હંગેવાદી, દીપક શેટ્ટી, આકિબ કુરૈશી અને દ્રુમિલ મટકર

(11:02 am IST)