Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

આને કહેવાય હાઈ વોલ્ટેજ મુકાબલો !!!

નાડાલ- ફેડરર વચ્ચે આવતા વર્ષે રમાનાર મેચની ૪૮ હજાર ટીકીટો ૧૦ મીનીટમાં વેંચાઈ ગઈ

જોહનીસબર્ગઃ દક્ષીણ આફ્રિકાના કેપટાઉન સ્ટેડીયમમાં ટેનીસના બે મહારથીઓ રાફેલ નાડાલ અને રોજર ફેડરર વચ્ચે આવતા વર્ષે રમાનાર પ્રદર્શન મેચની ૪૮ હજાર ટીકીટો ઓનલાઈન તથા ઓફલાઈન વેંચાણ માટે મુકવામાં આવેલ. પણ ફકત ૧૦ મીનીટમાં જ ટેનીસના ચાહકોએ ટપોટપો બધી ટીકીટો ખરીદી લીધી હતી. ટીકીટોનું વેચાણ મંગળવારે સવારે ૯ વાગ્યે શરૂ થયેલ અને ૯:૧૦ વાગ્યે બધી ટીકીટો વેંચાઈ ગયેલ. ટીકોટોના ભાવ ૧૫૦ રેન્ડ થી ૧૯૫૦ રેન્ડ (રૂ.૭૫૦ થી ૯૫૦૦) રાખવામાં આવેલ.

(3:48 pm IST)
  • ખંભાળિયામાં સાંજથી અનરાધાર વરસાદ : રાત્રે પણ ધીમીધારે વરસાદ ચાલુ : બે ઇંચ વરસાદ વરસ્યાનો અનુમાન access_time 8:41 pm IST

  • મોડી રાત્રે ૧૨ આસપાસ ભુજ મા વાતાવરણ તોફાની : કડાકા ભડાકાકા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ : માધાપરમાં ધોધમાર વરસાદ શરૂ થયેલ છે.. લેઇટેસ્ટ ઈનસેટ તસ્વીરમાં આખું સૌરાષ્ટ્ર કચ્છ વરસાદથી ઘેરાયેલ નજરે પડે છે access_time 1:13 am IST

  • ઓટો ચાલકનું 47,500 રૂપિયાનું ચલણ ફાટ્યું : દારૂ પીને લાયસન્સ વગર કરતો હતો ડ્રાઈવિંગ : નવો મોટર વાહન એક્ટ લાગુ થતા ઓરિસ્સાના એક ઓટો ચાલક હરિબંધુ કહારને નિયમોનું ઉલ્લંઘન બદલ ભારે દંડ ફટકાર્યો :લાયસન્સ,આરસી અને પરમીટ નહીં હોવાથીતેની અટકાયત કરીને રીક્ષાપણ બંધ કરી દીધી access_time 1:10 am IST