ખેલ-જગત
News of Thursday, 5th September 2019

આને કહેવાય હાઈ વોલ્ટેજ મુકાબલો !!!

નાડાલ- ફેડરર વચ્ચે આવતા વર્ષે રમાનાર મેચની ૪૮ હજાર ટીકીટો ૧૦ મીનીટમાં વેંચાઈ ગઈ

જોહનીસબર્ગઃ દક્ષીણ આફ્રિકાના કેપટાઉન સ્ટેડીયમમાં ટેનીસના બે મહારથીઓ રાફેલ નાડાલ અને રોજર ફેડરર વચ્ચે આવતા વર્ષે રમાનાર પ્રદર્શન મેચની ૪૮ હજાર ટીકીટો ઓનલાઈન તથા ઓફલાઈન વેંચાણ માટે મુકવામાં આવેલ. પણ ફકત ૧૦ મીનીટમાં જ ટેનીસના ચાહકોએ ટપોટપો બધી ટીકીટો ખરીદી લીધી હતી. ટીકીટોનું વેચાણ મંગળવારે સવારે ૯ વાગ્યે શરૂ થયેલ અને ૯:૧૦ વાગ્યે બધી ટીકીટો વેંચાઈ ગયેલ. ટીકોટોના ભાવ ૧૫૦ રેન્ડ થી ૧૯૫૦ રેન્ડ (રૂ.૭૫૦ થી ૯૫૦૦) રાખવામાં આવેલ.

(3:48 pm IST)