Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ઇંગ્લેન્ડનું એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડીયમ બન્યું કોરોના માટેનું ટેસ્ટીંગ સેન્ટર : અન્ય તમામ એકટીવીટીઓ બંધ

લંડન : એજબેસ્ટન સ્ટેડીયમમાં હવે એનએચએસ દ્વારા ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. જયાં એનએચએસના સ્ટાફ કામ કરશે. આ ઉપરાંત કાર-પાર્કીંગ એરીયાને જો ઉપયોગમાં લેવો હોય તો એ માટે પણ ડ્રાઇવીંગ રૂટ આપવામાં આવ્યા છે. એજબેસ્ટન સાથે આ લડાઇમાં વોરવિકશર પર જોડાયેલું છે, જેઓ એનએચએસ સ્ટાફને ફરીથી વિટાલીટી બ્લાસ્ટમાં ફ્રી એન્ટ્રી આપશે. વોરવિકશરના એકઝીકયુટીવ નીલ સ્નોબોલે કહ્યું કે કાઉન્ટી ક્રિકેટ પ્રોગ્રામ અને કોન્ફરન્સ તથા અન્ય બિઝનેસ એકટીવીટી  ૨૯ મે સુધી બંધ હોવાના લીધે અમારો સ્ટાફ લોકોને મદદ કરી રહ્યો છે.

(3:46 pm IST)