Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કાલે ૧૩૦ કરોડ ભારતીયો પોતાની શકિતનો પરચો બતાવશે, એનર્જી બિલ્ડઅપ કરી બતાવીએઃ શાસ્ત્રી-હરભજન

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશની જનતાને ૯ મિનિટ માટે પ્રકાશ ફેલાવવાની કરેલી વિનંતીને સપોર્ટ કરતા રવિ શાસ્ત્રી અને હરભજન સિંહ પણ આગળ આવ્યા છે. આ સંદર્ભે રવિ શાસ્ત્રીએ કહ્યું કે પ એપ્રિલે રાત્રે ૯ વાગે ૯ મિનિટ માટે આપણે સાથે મળીને કેન્ડલ, દીવો, ટોર્ચ કે મોબાઇલની ફલેશલાઇટ પ્રગટાવીને ૧૩૦ કરોડ લોકોની શકિતનો પરચો બતાવીએ. કોરોના વાઇરસ સામે લડીને એક નવી એનર્જી બિલ્ડઅપ કરીએ.

હરભજને અપીલ કરતાં કહ્યું કે દરેક વ્યકિતએ ઘરમાં રહેવાનું છે. અમને અમારા લીડર નરેન્દ્ર મોદી પર ગર્વ છે. બધા ઘરે રહો, સુરક્ષીત રહો, આવતીકાલે પ એપ્રિલે રાતે ૯ વાગે ૯ મિનિટ સુધી પ્રકાશ ફેલાવીએ. ઘરે રહીને જ કેન્ડલ, દીવો, ટોર્ચ કે મોબાઇલની ફલેશલાઇટ પ્રગટાવીએ. મહેરબાની કરીને કોઇએ રસ્તા ઉપર આવવું નહી.

(1:04 pm IST)