Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

આપણે આપણા દેશને પાછા પગભર કરવાની જરૂર છે, આ જવાબદારી આપણા બધા ઉપર છેઃ કોરોના સામેની લડાઇમાં ક્રિકેટર રોહિત શર્માએ પીએમ રાહત ફંડમં ૪પ લાખ જમા કરાવ્યા

નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધ દેશભરમાં યુદ્ધસ્તરે કામગીરી ચાલી રહી છે. આ બીમારી સામેની લડાઈના અભિયાનમાં દેશભરના જાણીતા લોકો તિજોરી ખોલીને દાન કરી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માએ પણ પોતાનો ફાળો નોંધાવ્યો છે. રોહિત શર્માએ પીએમ રાહત ફંડમાં 45 લાખ રૂપિયા, મહારાષ્ટ્ર સીએમ રાહત ફંડમાં 25 લાખનું ફંડ, ફિડિંગ ઈન્ડિયાને 5 લાખ અને વેલફેર ઓફ સ્ટ્રે ડોગ્સને 5 લાખનું દાન કર્યું છે. ત્યારબાદ તેણે ટ્વીટ કરીને જાણકારી આપી. ટ્વીટ કરીને રોહિત શર્માએ લખ્યું કે આપણે આપણા દેશને પાછા પગભેર કરવાની જરૂર છે. અને આ જવાબદારી આપણા બધા પર છે.

આ અગાઉ સચિન તેંદુલકરે 50 લાખ, સુરેશ રૈનાએ 52 લાખ, સૌરવ ગાંગુલીએ 50 લાખ રૂપિયાના ચોખા જરૂરિયાતવાળાઓને, તથા અન્ય ક્રિકેટરોએ પણ પોત પોતાની રીતે યોગદાન આપ્યું. સાનિયા મિર્ઝાએ અત્યાર સુધીમાં 1.25 લાખનું ફંડ ભેગુ કર્યું છે. તેના દ્વારા તે ડેઈલી વેજીસ મજૂરો માટે જરૂરી ચીજો ભેગી કરી રહી છે. વિરાટ કોહલીએ પણ દાન કરવાની જાહેરાત કરી છે.

ભારતીય મહિલા ટીમના વનડે કેપ્ટન મિતાલી રાજે 10 લાખ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરી છે. ટીમના ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ 50000 રૂપિયા પશ્ચિમ બંગાળ સીએમ રિલીફ ફંડમાં આપવાની જાહેરાત કરી છે. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 32 લોકોના જીવ ગયા છે.

(4:28 pm IST)