Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

પાટણમાં રાજસ્થાની પરિવારોએ વતનમાં જવા દેવા અધિકારીઓ પાસે હાથ જોડીને વિનંતી કરી

(જયંતીભાઇ ઠક્કર દ્વારા), તા. ૩૧ : પ્રાંત અધિકારી સ્વપ્નીલ ખરે, પાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, ચીફ ઓફીસર પાંચાભાઇ માળી, સેલ્ટર હોમમાં રાખવામાં આવેલા. રાજસ્થાનથી લોકોની રૂબરૂ મુલાકાત લેતા આ લોકોએ તેમને સેલ્ટર હોમમાં રહેવું નથી અને તેમને રાજકોટ અથવા રાજસ્થાન જવા દેવામાં આવે તે માટે અધિકારીઓને રજૂઆત કરી હતી. ત્યારે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, હાલમાં સરકાર દ્વારા લોકોને સ્થળાંતર ન કરવા દેવાની સ્પષ્ટ સુચના હોવાથી તેમને જવા દેવામાં નહીં આવે. કલેકટર દ્વારા ઉચ્ચકક્ષાએ આ બાબતે રજુઆત કરાશે અને જો ઉપરથી જવા દેવાની સુચના મળશે તો તમને જવા માટેની રજા આપવામાં આવશે.

પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને તેમની પોલીસે લોકોની અવરજવર બંધ કરાવવા માટે ડ્રોન દ્વારા સમગ્ર શહેરમાં મોનીટરીંગ કરીને જો કેમેરામાં કોઇ ટોળાબંધી કે વાહનો પર બિન જરૂરી અકારણ ફરતો જણાશે કે, દ્વિચક્રી વાહનનો પર એક કરતા વધુ અને કારમાં બે કરતા વધુ લોકો જતાં દેખાશે તો તેઓને કાયદાની કલમોનો ભોગ બનીને તેમની સામે ગુના નોંધવાની સખ્તાઇ કરી હોવા છતાં પણ હજુ પણ લોકોમાં તેનો કોઇ ભય જણાતો નહોતો.

જિલ્લા પોલીસ તંત્ર દ્વારકા કલમ-૧૪૪ના જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કલમ-૧૮૮ મુજબ ૧૧૮ ફરીયાદો દાખલ કરવામાં આવી છે સાથે જ પોલીસ દ્વારા પ૧ર લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી ૦પ અને સી.સી.ટી.વી. સર્વેલન્સ દ્વારા ૦ર ગુના નોંધવામાં આવ્યા છે. સાથે જ પોલીસ દ્વારા જિલ્લાના પ૪૭ જેટલા બાઇક અને કાર ડિટેઇન કરવામાં આવ્યા છે. આર.ટી.ઓ. દ્વારા દંડ વસુલી લોકડાઉનનો સમયગાળો પૂર્ણ થયા બાદ જ વાહન માલિકને તેનું વાહન પરત કરવામાં આવશે. વધુમા દવા લેવાના બહાને બહાર નિકળતા લોકોના પ્રિસ્ક્રિપ્શન ચેક કરી ડોકટર સાથે વાત કર્યા બાદ જ મુકિત આપવામાં આવશે. પરંતુ જે કિસ્સામાં જુના પ્રિસ્ક્રિપ્શન કે ખોટા બહાને બહાર નિકળ્યાનું સાબિત થશે તે વ્યકિત વિરૂદ્ધ દાખલ કરવામાં આવશે.

(3:45 pm IST)