Gujarati News

Gujarati News

  • દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના સેન્ટરના મૌલાનાના વિરૂદ્ધ કેજરીવાલ સરકાર FIR દાખલ કરશે : તબલીગી જમાતના સેન્ટરથી રવિવારે દિલ્હીના LNJP હોસ્પિટલમાં 34 લોકોની તપાસ કરાઈ : તમામ કોરોના સંક્રમણના સંદિગ્ધ ગણાવાયા : એક 64 વર્ષથી વ્યક્તિનું મોત :. તેઓ તમિલનાડુના રહેવાસી હતા. access_time 1:13 am IST

  • શાકભાજીવાળાને કનડગત : વિડીયો વાયરલ થતા અમદાવાદનો ઇન્સપેકટર સસપેન્ડ : તપાસના હુકમો : શાકભાજી વિક્રેતાઓ પાસે ધરાર લોક ડાઉન પળાવી રહેલ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના પોલીસ સ્ટાફનો વિડીયો વાયરલ થયા પછી અને ભારે ટીકાઓ થયા બાદ પોલીસ વડા શિવાનંદ ઝાએ કૃષ્ણનગર પોલીસ મથકના ઇન્સપેકટરને સસ્પેન્ડ કર્યા છે. તથા અન્ય સામે તપાસના હુકમો આપ્યા છે. ઇન્સ. વી.આર ચૌધરી એ શાકભાજી લારીઓ ઉંધી વાળી દીધી હતી તેવો વિડીયો વાયરલ થયેલ. access_time 4:07 pm IST

  • કોરોનાના આંકડા હવે માત્ર કેન્દ્રનું આરોગ્ય મંત્રાલય જાહેર કરશે : ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચે (ICMR)એ જાહેર કર્યુ છે કે કોરોના પોઝીટીવ કેસ અંગે તેઓ હવે કોઈ જ માહિતી અપડેટ નહિં કરે એવું નક્કી થયુ છે કે માત્ર દેશનું આરોગ્ય મંત્રાલય (હેલ્થ મિનિસ્ટ્રી) જ આ આંકડા જાહેર કરશે access_time 12:43 pm IST