Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જુનાગઢમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા દરરોજ ૬૦૦ ફુડ પેકેટનું વિતરણ

લોકસાહિત્યકાર શિવરાજભાઇ વાળા સહીત ૩૦ યુવાનોની ટીમ દ્વારા અવિરત સેવાયજ્ઞ : ઉપરોકત તસ્વીરમાં કીટો તૈયાર  કરતા સ્વયંસેવકો તેમજ કીટ અર્પણ કરતા રાજભા ગઢવી સાથે શિવરાજભાઇ વાળા વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ, તા., ૩૧:  જોષીપુરા જૂનાગઢના એક સ્વચ્છ શેડમાં ચણાનો ઙ્ગલોટ, તેલ,મમરા સહિતનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. આ કોઈ હોલસેલ વેપારીનો સીધો સામાન નથી.અહીં કોરોના સંદર્ભે લોકડાઉનની સ્થિતિમાં રોજેરોજનું કરીને ગુજરાન ચલાવતા બાંધવો માટે લાડુ,ચવાણું, સકરપારા  સહીતની સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે.

પ્રત્યેક કીટ રૂપિયા ૩૦૦માં તૈયાર થાય છે.અને દરરોજ સેવાભાવી યુવાનોના સહયોગથી આવી ૬૦૦ કીટ તૈયાર કરી જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપવામાં આવે છે.જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદોની યાદી તૈયાર કરવામાં આવી છે.તેમના સુધી આ કિટ પહોંચાડવાની જવાબદારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.

 લોકડાઉન જેટલા દિવસ ચાલશે એટલા  સમય સુધી અમારું રસોડું કીટ બનાવવા ધમધમતું રહેશે. તેમ ગીરના નાના ગામમાં મોટા થયેલ જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી એ જણાવી કહ્યું કે, મારી પાસે જે છે તે સમાજનું છે અને ટાણું આવ્યે સમાજને આપવું તે ફરજ છે..મને સમાજે મોટો કલાકાર બનાવ્યો છે. બાકી મારી પાસે શું હતું સમાજે મને મોટો ન બનાવ્યો હોય તો આજે આ સેવા કાર્ય ન કરી શકત. ગીરના સાવજ ની ડણક વચ્ચે મોટા થયેલા ગીરના કલાકારની આ દાતારી છે. કીટ તૈયાર કરવા રોજ દોઢ થી બે લાખનો ખર્ચ થાય છે. જેમાં અમુક ટકા રકમ તેમના ચાહકો દ્વારા આપવામાં આવે છે. એક ફૂડ પેકેટ માં સાતથી આઠ લોકો આરામથી જમી શકે છે. કિટની સામગ્રી તૈયાર કરવા સ્વચ્છતા  અને સુઘડતા આ બધું જોઈને નગરપાલિકાના સત્ત્।ાવાળાઓ પણ લોકસાહિત્યકારની આ કામગીરીને બિરદાવી છે.

 જનતા કરફ્યુમાં ફેસબુક પર આખો દિવસ લાઈવ રહીને મનોરંજન કરાવવું અને લોકડાઉનમાં પણ પોતાના ચાહકો સાથે ડિજિટલ માધ્યમથી સતત જોડાયેલા રહેતા રાજભા ગઢવી એ વધુમાં જણાવ્યું હતું કે, લોકો એ આપેલું વખત આવ્યે લોકોને આપવું એ આપણી સંસ્કૃતિ છે અને અમે તો પચાસ હજાર કે એક લાખની મેદની વચ્ચે દાતારોની દાતારીની દુહાઈ દેતા હોય ત્યારે  આ તો આપણી અને ફરજ અને જવાબદારી છે.રાજભા ગઢવી ફુડપેકેટ તૈયાર કરવાની કામગીરીનો શ્રેય શીવરાજભાઈ વાળા તેમજ તેની ૩૦ સભ્યોની ટીમને આપે છે. નાણા  આપવા તો ઘણા તૈયાર થાય પણ ૨૪ કલાક માંથી ૧૮ કલાક કામ કરનાર આ યુવાનોની મહેનત થી ફુડ પેકેટ તેયાર થાય છે.

(12:48 pm IST)