Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કેશોદના અજાબમાં ચાર ફુટ લાંબા મગરનું રેસ્કયુ

કેશોદ, તા.૩૧: કેશોદ શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ મગરો આવી ચઢતા હોવાનું હવે સામાન્ય બની ગયું છે. ત્યારે આજરોજ વન વિભાગ દ્વારા ચાર ફૂટની લંબાઈ મગરનું રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. બાદમાં તેને સલામત સ્થળે ખસેડવામાં આવી હતો.

કેશોદ શહેર નજીકથી પસાર થતા અજાબ, શેરગઢ રોડ નજીક એક મગરે દેખા દેતાં ખેડૂત વાહન ચાલકને ધ્યાને આવતા અજાબ ગામ લોકોને જાણ કરતા ભય ફેલાયો હતો. બાદમાં કેશોદ વન વિભાગને આ બાબતની જાણ કરવામાં આવી હતી. કેશોદ વન વિભાગની ટ્રેકરટીમ દ્વારા રેસ્કયુઙ્ગ સ્થળ ઉપર આવી પહોંચતાં મગર ખુલ્લામાં પડ્યો હોવાનું જણાયું હતું.ઙ્ગ

કેશોદ વન વિભાગની ટ્રેકરટીમ દ્વારાઙ્ગ GPS લોકેશન સાથે તેનું દિલ ધડક રેસ્કયુ કરવામાં આવ્યું હતું. આ મગર ચાર ફૂટનો હોવાનું વન વિભાગ દ્વારા જણાવ્યું હતું.કેશોદ શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં મગરો અવાર નવાર માનવ વસાહતોમાં ધસી આવતા હોય છે. વન વિભાગ દ્વારા અવાર નવાર મગરોનું રેસ્કયુ કરી સલામત જગ્યા પર છોડી દેવામાં આવતા હોયછે.

(12:47 pm IST)