Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ વધુ ૧૧ કેસ

પોરબંદર તા. ૩૧: બે દિવસ પહેલા પોરબંદર જિલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ બાદ આજે કોરોનાના શંકાસ્પદ વધુ ૧૧ કેસ આવતા તેમને સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે.

આઇસોલેશન વોર્ડમાં દાખલ શંકાસ્પદ ૧૧ કેસમાં ૮ પુરૂષો  અને ૩ મહિલાઓ છે ૧૧ કેસમાંથી ૬ વ્યકિતઓના રિપોર્ટ જામનગર સરકારી મેડીકલ કોલેજમાં મોકલી આપેલ છે.

(11:33 am IST)