Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જૂનાગઢ જિલ્લામાં વધુ ૭૮ શખ્સો સામે જાહેરનામા ભંગની ફરીયાદ

લોકડાઉનમાં પણ ઘર બહાર નિકળતા શખ્સો સામે પોલીસ આકરા પાણીએ

જૂનાગઢ, તા. ૩૧ :. જૂનાગઢ જિલ્લામાં વધુ ૭૮ શખ્સો સામે પોલીસે જાહેરનામા ભંગની ફરીયાદ નોંધીને લોકડાઉન દરમ્યાન લોકોને બિનજરૂરી રીતે ઘર બહાર ન નીકળવા ચેતવણી આપી છે.

કોરોના મહામારીને લઈ દેશમાં લોકડાઉન હોવા છતા બિનજરૂરી રીતે લોકો ઘર બહાર નીકળી રહ્યા હોય આવા લોકો સામે ગુન્હો નોંધી અટકાયતી પગલા ભરવા ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર અને એસપી સૌરભસિંઘે સૂચના જારી કરી છે.

જે મુજબ જૂનાગઢમાં ડીવાયએસપી પી.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગઈકાલે લોકડાઉનના છઠ્ઠા દિવસે વધુ ૩૩ ઈસમો સામે જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધીને અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.

એ-ડિવીઝનના જે.પી. ગોંસાઈ, બી-ડીવીઝનના આર.બી. સોલંકી અને સી-ડીવીઝનના ડી.જી. બડવાએ તેમજ શ્રી ધોકડીયાએ સ્ટાફ સાથે સપાટો બોલાવતા ફફડાટ વ્યાપી ગયો છે.

જૂનાગઢ શહેર ઉપરાંત મેંદરડા પોલીસે ૧, કેશોદ-૨, વંથલી - ૫, માંગરોળ - ૧૫, માણાવદર-૩, શીલ-૧, ચોરવાડ-૨, માળીયાહાટીના - ૬, માંગરોળ મરીન ૨ અને જૂનાગઢ તાલુકા પોલીસે ચાર શખ્સો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

(11:17 am IST)