Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પોરબંદર જિલ્લામાં ખેતી જમીનના ધોવાણનું વળતર પેકેજ કયારે..? કોંગ્રેસ દ્વારા રજુઆત

પોરબંદર તા.૨૭: પુરના પાણીથી ખેતીની જમીન ધોવાણનુ વળતર પેકેજ જાહેર કરવા બાબતે શહેર જીલ્લા કોંગ્રેસના મહામંત્રી લાખણશીભાઇ ગોરાણીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકશાનનું રાજ્ય સરકાર દ્વારા  વળતચર પેકેજ જાહેર  કરવામાં આવ્યુ છે. પરંતુ જમીન ધોવાણ માટે કોઇ વળતર પેકેજ આપવામાં આવ્યુ નથી. પોરબંદર જીલ્લાના મોરાણા, સોઢાણા, ફટાણા, શિંગડા, શિશલી, ધોવાણ થવાથી આ ગામોના ખેડુતોને કરોડો રૂપીયાનુ નુકશાન થયુ છે. આ અસરગ્રસ્ત મોટા ભાગની જમીનોમાં ઉપરથી ત્રણ - ચાર ફુટ સુધીની માટી ધોવાઇ જતા આ જમીનો ખેતી કરવા લાયક પણ રહી નથી. આ ઉપરાંત પુરના પાણીથી ખેતીવાડીને લગતી મશીનરી પણ પુરમાં તણાઇ ગઇ અને અનેક મકાનો પડી ગયા અથવા જર્જરીત બન્યા છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(12:06 pm IST)
  • શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રીપદે શપથવિધિ સમારોહમાં હાજરી આપવા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ,દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ,અને ડીએમકેના પ્રમુખ સ્ટેલીનને આમંત્રણ આપવામાં આપ્યું છે access_time 9:06 pm IST

  • મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા ચાલુ. કોંગ્રેસ, એનસીપી, શિવસેનાના ૩ ધારાસભ્યને ક્રોસ વોટિંગ માટે અજાણ્યા ફોન દ્વારા દબાણ કરાયેલ હોવાનો ધડાકો access_time 8:04 pm IST

  • સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીં કહ્યું છે કે સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને એનએફએસએની જોગવાઈ હેઠળ અચૂક છ હજાર રૂપિયા ચૂકવાય જાય access_time 9:14 pm IST