સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th November 2019

પોરબંદર જિલ્લામાં ખેતી જમીનના ધોવાણનું વળતર પેકેજ કયારે..? કોંગ્રેસ દ્વારા રજુઆત

પોરબંદર તા.૨૭: પુરના પાણીથી ખેતીની જમીન ધોવાણનુ વળતર પેકેજ જાહેર કરવા બાબતે શહેર જીલ્લા કોંગ્રેસના મહામંત્રી લાખણશીભાઇ ગોરાણીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકશાનનું રાજ્ય સરકાર દ્વારા  વળતચર પેકેજ જાહેર  કરવામાં આવ્યુ છે. પરંતુ જમીન ધોવાણ માટે કોઇ વળતર પેકેજ આપવામાં આવ્યુ નથી. પોરબંદર જીલ્લાના મોરાણા, સોઢાણા, ફટાણા, શિંગડા, શિશલી, ધોવાણ થવાથી આ ગામોના ખેડુતોને કરોડો રૂપીયાનુ નુકશાન થયુ છે. આ અસરગ્રસ્ત મોટા ભાગની જમીનોમાં ઉપરથી ત્રણ - ચાર ફુટ સુધીની માટી ધોવાઇ જતા આ જમીનો ખેતી કરવા લાયક પણ રહી નથી. આ ઉપરાંત પુરના પાણીથી ખેતીવાડીને લગતી મશીનરી પણ પુરમાં તણાઇ ગઇ અને અનેક મકાનો પડી ગયા અથવા જર્જરીત બન્યા છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(12:06 pm IST)