Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

હાપા- મુંબઈ સેન્ટ્રલ દુરંતો સ્પેશ્યલ ટ્રેન રદ્દ

વેરાવળ- બ્રાંદ્રાની સ્પેશ્યલ ટ્રેન સપ્તાહમાં ૩ વખત જ દોડશે

રાજકોટઃ યાત્રીકોની ઓછી સંખ્યાના પગલે પશ્ચિમ રેલ્વે દ્વારા અમુક ટ્રેનો રદ્દ કરવામાં આવી રહી છે અને અમુક ટ્રોનો ઓછી કરાઈ છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનય જેફએ જણાવ્યું છે કે ટ્રેન નં.૦૯૨૩૨ હાપા- મુંબઈ સેન્ટ્રલ દુરંતો સ્પેશ્યલ ૨૮ એપ્રિલથી ૧૫ મે સુધી અને ટ્રેન નં.૦૯૨૩૧ મુંબઈ સેન્ટ્રલ હાપા દુરંતો સ્પેશ્યલ ૨૭  એપ્રિલથી ૧૪ મે સુધી રદ્દ કરી દેવામાં આવી છે. તો ટ્રેન નં.૦૯૨૧૮ વેરાવળ- બ્રાન્દ્રા ટર્મિનલ સ્પેશ્યલ ૩૦ એપ્રિલથી ૧૬ મે સુધી અઠવાડીયામાં ત્રણ દિવસ બુધ, શુક્ર અને રવિવારે વેરાવળથી ઉપડશે. જયારે ટ્રેન નં.૦૯૨૧૭ બ્રાંદ્રા ટર્મિનસ- વેરાવળ સ્પેશ્યલ ૨૯ એપ્રિલથી ૧૫ મે સુધી મંગળ, ગુરૂ અને શનિવારે બ્રાંદ્રા ટર્મિનસથી દોડશે.

(1:15 pm IST)