Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ગીર સોમનાથ જીલ્લામાં ઓકસીજન, ખાટલાઓની ભારે અછત

અભય જોટવાની રજૂઆતઃ ઓકસીજન વિના મોટી જાનહાની થશેઃ અફઝલ પંજા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૭: ગીર સોમનાથ જીલ્લામાં કોરોના દર્દીઓ ખુબજ દયા જનક હાલત છે તંત્ર દ્રારા કોઈ પગલા ન લેવાતા ભારે મુશ્કેલી સર્જાયેલ છે કોંગ્રેસ જીલ્લા પંચાયતના નેતા તેમજ નગરપાલિકાના સભ્ય દ્રારા કલેકટરને આવેદન પત્ર આપી સમસ્યાઓ દુર કરવા માંગ કરાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અભય જોટવા અને કોંગ્રેસના આગેવાનો દ્રારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપેલ હતું ગીર સોમનાથ જીલ્લામાં દર્દીઓની ખુબજ ગંભીર હાલત છે મુખ્ય મથક વેરાવળ સહીત કોઈ જગ્યાએ ઓકસીજન, ખાટલાઓ મળતા નથી ઘરે સારવાર લઈ રહેલ હોય તેમને પણ ઈન્જીકશન,ઓકસીજન આપવા જોઈએ ખાનગી હોસ્પીટલોમાં ખુબ જમોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહેલ છે તે ડોકટરોનેઓકસીજન,ઈન્જીકશનની પુરતી વ્યવસ્થા કરવી જોઈએ સીવીલ હોસ્પીટલમાં ર૪ કલાક દર્દીઓની સારવાર માટે પુરતો સ્ટોક રાખવો સહીત માંગણી કરેલ હતી.

નગરપાલિકાના કોગ્રેસ ના સભ્ય અફઝલ પંજા એ રજુઆત કરેલ કે જો સમયસર ઓકસીજન મળશે નહી તો ખુબજ મોટી જાનહાની થશે ખાનગી હોસ્પીટલોમાં ગરીબ પરીવારો આર્થિક રીતે સારવાર લઈ શકતા નથી અને બરબાદ થઈ રહયા છે ઈન્જીકશન, ઓકસીજનના ખુલ્લેઆમ કાળા બજાર થઈ રહયાછે વેરાવળ શહેરમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહયા છે જો તાત્કાલીક વ્યવસ્થા કરવાની નહી આવે તો સ્થિતી કાબુ બહાર જશે તેવી રજુઆત કરેલ હતી.

(1:05 pm IST)