Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

કોડીનાર મુસ્લિમ યુવકોએ બીજા હિન્દૂ વૃધ્ધાઓનાં અંતિમ સંસ્કાર કર્યા

સ્મશાન ના રખેવાળો કે અન્ય કોઈ મદદે ના આવતા દોઢ કલાક સુધી મૃતદેહ ની રઝળપાટ બાદ બારોટ પરીવારે મુસ્લિમ યુવકો પાસે મદદ માંગી

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૨૭: કોડીનાર મારૂતિ નગર પાછળ આવેલ રાજ નગરમાં રહેતા નિરૂબેન અમૃતલાલ ખરવડ બારોટ ની બે દિવસ પહેલા તબિયત બગડતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને પ્રથમ કોડીનાર સરકારી દવાખાને લઈ જતા ત્યાં થી વેરાવળ સિવિલ માં રીફર કરવામાં આવતા ઓકસીજન ની જરૂર હોવા છતાં પણ ઇમરજન્સી માં કોવિડ હોસ્પિટલમાં ૨૬૦ નું વેઈટીંગ હોય બેડ ના મળતા ડોકટરો એ પ્રાથમિક સારવાર આપી દ્યરે મોકલી દેતા આજે સાંજે ઓકસીજન ના વાંકે નિરૂબેન અમૃતલાલ બારોટ ઉ.વ.૭૨ નું અવસાન થતાં તેમની અંતિમવિધિ માટે સોસાયટી ના રહીશો કોઈ મદદે ના આવતા મૃતક વૃદ્ઘા ના પુત્ર મનીષભાઈ બારોટે તેમના બે સાળા જીતુભાઈ ચૌહાણ અને યોગેશભાઈ ચૌહાણ અને પડોશી લાલજીભાઈ લોનવાડિયા અને મિત્ર દિલીપભાઈ ટાંક ની મદદ થી મોડી રાત્રી એ પોતાની માતા ની અંતિમયાત્રા સ્મશાને લઈ ને આવતા સ્મશાન ના દરવાજે તાળું હોય મનીષભાઈએ ગેઇટ ઉપર કર્મચારી ના લખેલા મોબાઈલ નં.૮૧૪૦૬૬૯૬૩૯ ઉપર ફોન કરી મદદ માંગતા સ્મશાન સંચાલકે મનીષભાઈ બારોટ ને ગેઇટ ની ચાવી નું ઠેકાણું બતાવી તમારી રીતે અંતિમવિધિ કરી લ્યો તેવુ અમે આવી શકીએ તેમ કહી ઉડાવ જવાબ આપી મોત નો પણ મલાજો ના જાળવતા મનીષભાઈ એ આ દુઃખની ઘડી માં અન્ય હિન્દુ આગેવાનો મિત્રો ને મદદ માટે ફોન કરતા કોઈ મદદે ના આવતા અને દોઢેક કલાક સુધી મૃતદેહ ની રઝળપાટ બાદ મનીષભાઈના સાળા યોગેશ ચૌહાણે આ અંગે શેખવાડા માં રહેતા તેમના મિત્ર દિપક વિરાભાઈ કામળિયા ને ફોન કરી અમે અહીં સ્મશાને આવ્યા છીએ કોઈ હોય તો મદદ માટે મોકલો તેમ કેહતા દીપકે ઉના ઝાપા ના મુસ્લિમ યુવકો નો સંપર્ક કરી મદદ માટે ગુહાર લગાવતા ઉના ઝાપા ના મુસ્લિમ યુવકો ની અલ ફઝલ ખીદમત કમીટી ના યુવકો એ મોડી રાત્રી એ સ્મશાને દોડી જઇ બારોટ પરીવાર ને અંતિમ વિધિ માટે બનતી તમામ મદદ કરી હતી,જેમાં સ્મશાન માં લીલા લાકડા હોય અગ્નિદાહ માટે સુકેલા લાકડા નો બંદોબસ્ત કરી આપી પુરા માન સન્માન સાથે હિન્દૂ ધાર્મિક વિધિ થી વૃદ્ઘા ના અગ્નિ સંસ્કાર કરવામાં મદદ કરી માનવતા મહેકાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર ઉના ઝાપા ના મુસ્લિમ યુવકોએ અલ ફઝલ ખીદમત કમીટી એ ત્રણ દિવસ પહેલા પણ વાણીયા વૃદ્ઘા ની પણ અંતિમવિધિ કરી માનવતા મહેકાવી,કોડીનારમાં ભાઈચારા અને કોમી એકતા નું સુંદર ઉદાહરણ પુરૂ પાડી બે ધર્મો વચ્ચે વૈમનસ્ય ફેલાવતા તત્વો ની મેલી મુરાદ ઉપર પાણી ફેરવ્યું હતુ.

(11:36 am IST)