Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ઉપલેટા તાલુકાના ઢાંકમાં વધતા જતા કોરોનાના કેસથી ગામમાં ભયનો માહોલઃ તંત્ર પગલા લે તે જરૂરી

(પંકજગીરી ગોસ્વામી દ્વારા) ઢાંક તા. ર૭ : ઉપલેટા તાલુકાના ઢાંક ગામે કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. ત્યારે આજનું ઢાંક ચીનનું વુહાન સીટી બનવા જઇ રહ્યું છે ઢાંકમાં કોરોનાના કેસ સખત વધી રહ્યા છે. ત્યારે કોઇ પણ રાજકીય નેતાઓ ઢાંકની ખબર સુધા લેતા નથી મત માંગવા માટે આવતા નેતાઓ કોરોનાની આ મહામારીમાં કેમ ગામની મુલાકાત પણ લેતા નથી. લોકોમાં તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગામમાં ઘરે ઘરે કોરોનાના કેસ હોય છેલ્લા પ દિવસમાં ર૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.જેમાં ૪૦ થી ૪પ વર્ષના ૮ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે રાજકીય આગેવાનોએ ઢાંકની મુલાકાત લઇ અને ઢાંક ગામના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નીચે ૧ર જેટલા ગામ આવતા હોય તો આ બધા ગામોને આરોગ્ય લક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા નવા ૭ ઓકસીજન બેડની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. ત્યારે ઢાંક ગામના સરપંચ બદરૂભાઇ માંકડ ઉપલેટા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ઋષિરાજસિંહ વાળા,ડો.જયેન્દ્રસિંહ વાળા, મહેશભાઇ શોભાષણા તથા શામજીભાઇ જાગાણી દ્વારા આ અંગે તંત્ર સત્વરે પગલા લે તેવી માંગણી કરવામાં આવી છે.

(11:32 am IST)