Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના ડો.આંબેડકર ભવન માટે રૂ.૨૦૪૩ લાખની ગ્રાંટ મંજુર

૨૦૦૭થી સતત રજુઆત કરનાર ભજગોતરની મહેનતને મળી સફળતા

પ્રભાસપાટણ તા. ૨૬: ગીર-સોમનાથ જીલ્લા કક્ષાનું ડો.આંબેડકર ભવન વેરાવળ મુકામે ર કરોડને ૪૩ લાખના ખર્ચે મંજુર થયેલ છે. જેથી સમગ્ર જીલ્લાના દલિત સમાજના લોકોમા આનંદની લાગણી ફેલાયેલ છે.  ગીર-સોમનાથ જીલ્લો નવો બનતાની સાથે દલિત અધિકાર સંઘ ગુજરાતના પ્રમુખ અરજણભાઇ ભજગોતરે સરકારની યોજના મુજબ આંબેડકર ભવન બનાવવા સને ૨૦૦૭ની સરકાર, કલેકટર અને તત્કાલીન કેબીનેટ મંત્રી ફકીરભાઇ વાઘેલાને રજુઆત કરી અને માંગણી કરવામાં આવેલ અને ૨૦૦૮ થી ૨૦૧૭માં બે તબ્બકે ૨૦૦૦ ચો.મી. જમીન મંજુર થતા પ્લાન એન્ટીમેન્ટ પીડબ્લ્યુડી તરફથી બનાવી સરકારના અનુ.જાતિ કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા રૂ. ર,૪૩,૦૦૦૦૦ મંજુર થતા આ ભવન નિર્માણની કામગીરી ટુક સમયમા શરૂ થશે.

આ ભવાન બનાવવા માટે જમીન મેળવવી ખૂબજ જરૂરી હતી અને તે જમીન આપવામા કલેકટર, મામલતદાર, નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ નગરપાલિકા તત્કાલિન પ્રમુખ અને ચીફ ઓફિસર, રેવન્યુ અને પીડબલ્યુડી નો દલિત અધિકાર સંઘના પ્રમુખ અરજણભાઇ ભજગોતરે આભાર વ્યકત કરેલ.

આ બાબતની જાણ થતા સમગ્ર જીલ્લાભરમા દલિત સમાજમાં હર્ષની લાગણી ફેલાયેલ છે તેમ દલિત અધિકાર સંઘના પ્રમુખ અરજણભાઇ ભજગોતરની યાદીમા જણાવેલ છે.

(11:55 am IST)