Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વેરાવળના મંડોર ગામ પાસે હિરણ નદીમાં ર મિત્રોના ડુબી જવાથી મોત થતા અરેરાટી

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ર૬ : વેરાવળ તાલુકાના સવની અને મંડોર ગામની બાજુમાંથી હિરણ નદી પસાર થાય છે અને ત્યાં પ્રાંચીન ખોડીયાર મંદિર આવેલ છે. આ મંદિરની બાજુમાં આવેલ જોકે ડેમમાં બે યુવાનો નાહવા જતા પાણીમાં ડુબી જતા મૃત્યુ પામેલ છે.

મંડોર ગામની બાજુમાં આવેલ હિરણ નદીમાં ખોડીયાર મંદિરની બાજુમાં આવેલ ચેક ડેમમાં ચાર યુવાનો ફરવા અને નાહવા આવેલ હતાં જેમાં બે યુવાનો નદીમાં નાહવા પડેલ જયારે બે યુવાનોને તરતા ન આવડતું હોવાથી તેઓ કાંઠે બેઠેલા  હતાં, પરંતુ જે બે યુવાનો નાહવા પડેલા તે ડુબવા લાગતા આ કાંઠે બેઠેલા યુવાનોએ રાડારાડ કરી અને આજુબાજુમાંથી લોકોને ભેગા કરેલ, પરંતુ આ યુવાનોને બચાવી ન શકેલ. મરનાર યુવાનોમાં એક સુત્રાપાડા તાલુકાના સીંગસર ગામના વિપુલ મેરૂ રાઠોડ ઉ.વ. ર૦ અને હિતેષભાઇ દેવાતભાઇ ઝાલા (સોઢવા ગામ) ઉ.વ.ર૦નું ઘટના સ્થળ જ મૃત્યુ પામેલ છે.

વિપુલભાઇ રાઠોડ વેરાવળ સાંગાણી હોસ્પિટલમાં નોકરી કરતો તેમજ હિતેષભાઇ ભોળા-વેરાવળ ડી.કે. બારડ હોસ્પિટલમાં નોકરી કરતા હતાં. આ બનાવની પ્રભાસ પાટણ પોલીસમાં જાણ થતાં તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી અને ડેડબોડી લઇ અને પોસ્ટમોર્ટમમાં લઇ ગયેલ છે. આ બનાવને પગલે આજુ બાજુ વિસ્તાર તેમજ તેમના ગામોમાં દુઃખનું મોજું ફરી વળેલ છે.

(11:49 am IST)