Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

શ્રી સોમનાથ મહાદેવના દર્શને પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડા અને પરિવાર

ભુતપૂર્વ વડાપ્રધાનશ્રી એચ.ડી દેવગૌડાએ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓશ્રીએ સહ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી અધિષેક, પુજા,અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. હેલિપેડ ખાતે કલેકટરશ્રી અજયપ્રકાશ અને જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠીએ તેમજ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર અને જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડાએ તેઓનું સ્વાગત કર્યુ હતું. (તસ્વીર-અહેવાલ દિપક કક્કડ-વિનુ જોષી-દેવાભાઇ રાઠોડ, વેરાવળ-જુનાગઢ, પ્રભાસ પાટણ)

(11:48 am IST)