Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વઢવાણ સ્થિત એસ.એસ.વ્હાઇટ કંપનીની ૧૭૫મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી

વઢવાણ તા.૨૬ : એરોપ્લેન અને મેડિકલ સર્જરીની અમેરિકાની મેન્યુફેકચરિંગ કંપની એસ. એસ. વ્હાઇટની ૧૭૫મી જયંતીને ઉજવવાં વઢવાણની શાખામાં અમેરિકાથી મુલાકાતે આવેલ કંપનીના પ્રેસિડેન્ટ શ્રી રાહુલ શુકલની હાજરીમાં કર્મચારીઓ માટે એક સુંદર મનોરંજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની ખૂબી તો એ હતી કે કોઈ અમલદાર કે નેતાને મહેમાન બનાવવાને બદલે કંપનીના નાના થી મોટા સૌ કર્મચારીઓને મહેમાન બનાવવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ૨૦૦ કર્મચારીઓ કુટુંબીજનો સાથે હાજર હતાં. કાર્યક્રમમાં મેનેજમેન્ટે કર્મચારીઓ માટે અનેક ઈનમો યોજયાં હતાં. મેનેજમેન્ટે સૌ કર્મચારીઓને સજાવટવાળા કપડાં પહેરીને આવવાં કહ્યું હતું, અને ત્રણ નિર્ણાયકો દ્વારા ઉત્ત્।મ કપડાં માટે ત્રણ ઈનામો  પુરુષોને અને ત્રણ મહિલા કર્મચારીઓને આપ્યાં હતાં. કાર્યોકી સંગીતમાં કર્મચારીઓ મનપસંદ ગીતને બેકગ્રાઉંડ સંગીત સાથે બે કડી ગાઈ તે પછી ત્રણ નિર્ણાયકો ૧ થી ૧૦ સુધીનાં માર્કસ પેડલ પર દર્શાવતાં હતાં, અને માત્ર બે શ્રેસ્ઠ ગાયકોને જ નહીં પણ બે સૌથી ઓછા માર્કસ વાળાને પણ કેમેરાં, હેડફોન, હેર ડ્રાયર,ઘડિયાળ, પરફૂમ વગેરે ઈનમોથી નવાજયાં હતાં. આ કયા ગીતનું ટ્યુન છે, તેવી હરીફાઈમાં ચાર હરીફોને બઝર પાસે ઊભા રાખી ટ્યુન વગાડી હતી અને ચાર વિજેતાઓને ઈનામ આપ્યાં હતાં. અંતમાં નામની ચીઠ્ઠી ખેંચી એક ૩૨નાં ટી.વીની ભેટ આપી હતી. જે પેકિંગ ડિપાર્ટમેંટમાં કામ કરતાં ઇરફાન પઢિયારને મળી હતી.

કાર્યક્રમનું સંચાલન અહેમદ પહાણે કર્યું હતું, અને સહ સંચાલન એચ. આર. મેનેજર કાઝૂમી પરીખે કુશળતાથી સંભાળ્યું હતું.  ઉચ્ચ અધિકારીઓ જાગૃત પાઠક, મૃણાલ પરમાર, કેયુર માંડવિયા, અને જલદીપ પટેલે કર્મચારીઓનું સ્વાગત કર્યું હતું, પ્રેસિડેન્ટશ્રી રાહુલ શુકલએ પોતાના શરૂઆતના વર્ષોની આર્થિક કઠીનાઈ અંગે હ્રદયદ્રાવક વાતો કર્મચારીઓને કરી હતી. અને જણાવ્યું હતું કે બીજાં સજ્જનોનાં ઉપકારો એમના પર નાની ઉમરે થયાં, તે એ કયારેય ભૂલ્યા નથી. એમણે કહ્યું હતું કે, એસ. એસ. વ્હાઇટ એવી નૈતિકતાથી ચાલે છે, કે આપણે એક પણ વસ્તુ એવી નથી કરતાં કે સરકારથી કે ટેકસ ખાતાંથી કે કર્મચારીઓથી કે કસ્ટમરથી છૂપાવવી પડે. કાર્યક્રમ પછી કર્મચારીઓનાં પ્રત્યાદ્યાત પૂછતાં અમિત બારૈયા, તરીક મીર્ઝા નામનાં કર્મચારીઓએ કહ્યું કે, રાહુલ ભાઈ અમને સૌને કુટુંબીજનની જેમ રાખે છે. બીજાં એક કર્મચારીએ ઉમેર્યું કે અમને બીજી કોઈ પણ ફેકટરી કરતાં સારો પગાર તો આપે છે પણ, આવી ભેટો આપે, આવું આનંદનું વાતાવરણ ઉભુ કરે, અને ઉચ્ચ અધિકારીઓ અમારી સાથે બરાબરી કરીને સાથે ગીત ગાય, આવી કંપની વઢવાણમાં લાવવાં માટે રાહુલભાઈને ધન્યવાદ ઘટે છે. તેમ પ્રત્યાઘાતમાં કર્મચારીએ જણાવ્યુ હતુ.

(11:43 am IST)