Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

જુનાગઢના દોલતપરામાં થયેલ હત્યાના ૪ આરોપી ઝડપાયા

જુનાગઢ, તા. રપ : જુનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં ગઈકાલે ઈકબાલ ઉર્ફે ઈસાભાઈ મહમદભાઇ ઠેબા (ઉવ. ૪૫) રહે. જુનાગઢ, દોલતપરા જી.આઈ.ડી.સી, બેઠો પુલ પાસેનું શોભાબેન દેવીપુજકના છોકરાઓ દ્વારા ગંભીર ઈજા સાથે માર મારવામાં આવતા, સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મરણ જતા, જૂનાગઢ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુન્હો નોંધી, આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર કે.કે. ઝાલા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

 જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંર્દ્યં દ્વારા ખૂનના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચનાઓર્ં કરવામાં આવેલ હતી.

ંજુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.કે. ઝાલા પીએસઆઇ પી.જે. રામાણી, જે.એચ. કચોટ તથા સ્ટાફ ના હે. કો. રવિરાજસિંહ, વિક્રમસિંહ, પો.કો. ભૂપતસિંહ, અનકભાઇ, સુભાષભાઈ, ભરતભાઈ, વિકાસભાઈ, પ્રવીણભાઈ , વનરાજસિંહ, દિનેશભાઈ સહિતના અધિકારીઓ તથા સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી, આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવતા, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ (૧) રવી ઉર્ફે રાહુલ રાજેશભાઈ મોલાડિયા જાતે દે.પુ. ઉ.વ. ૨૧ ધંધો મજૂરી રહે જુનાગઢ સક્કરબાગ પાસે રામદેપરાના નાકે આકોલવાળી શેરીમાં (૨) પંકજ ઉર્ફે ભોમટો રાજેશભાઈ  મોલાડિયા જાતે દે.પુ. ઉ.વ. ૧૯  ધંધો મજૂરી રહે. જુનાગઢ સક્કરબાગ પાસે રામદેપરાના નાકે આકોલવાળી શેરીમાં (૩) રામ ઉર્ફે રામજી ઉર્ફે રામકો   સન/ઓ સામજીભાઈ ગોકુલભાઈ  સચાણીયા  દે. પૂ.  ઉ.વ ૨૪  ધંધો મજૂરી રહે જુનાગઢ સક્કરબાગ પાસે રામદેપરાના નાકે આકોલવાળી શેરીમાં (૪) મંગેશ ઉર્ફે ધનો શાંતિભાઈ મોલાડિયા જાતે દે.પુ. ઉ.વ. ૨૩ ધંધો મજૂરી રહે. જુનાગઢ સક્કરબાગ પાસે રામદેપરા ના નાકે આકોલવાળી શેરીમાં રહે. બધા દોલત પરા, જુનાગઢને રાઉન્ડ અપ કરી, આ ખૂનના ગુન્હામાં પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે...ં

પકડાયેલા ચારેય આરોપીઓની જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે. કે. ઝાલા તથા સ્ટાફ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતાં, આરોપીઓ અને મરણજનાર ઈકબાલ ઉર્ફે ઇસાભાઈ એકજ લત્ત્।ામાં રહેતા હોય,  મરણ જનાર ઈકબાલ ઉર્ફે ઈસાભાઈ નુરમામદ ભાઈ ઠેબા અવાર નવાર લતામાં માથાકૂટ કરતા હોય, બનાવના દિવસે આરોપીઓના દ્યરે આવી, મહિલાઓની હાજરીમાં કપડાં કાઢી નાખી, બીભત્સ માગણીઓ કરવામાં આવતા, બોલાચાલી થતા, આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને દ્યરની બહાર નીકળી જવા કહેતા, આરોપીઓ સાથે માથાકૂટ કરવા લાગતા, ઝપાઝપી કરવામાં આ બનાવ બનેલાના કબૂલાત કરવામાં આવેલ છે.

(3:27 pm IST)