Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ટ્રેન આવી ગઇને ફાટક ખુલ્લુ રહી ગયુ

આરંભડા પાસે સૌરાષ્ટ્ર મેલ ટ્રેનના ડ્રાઇવરની સમય સુચકતાથી મોટો અકસ્માત ટળ્યોઃ ફરજ પરના કર્મચારી 'આરામ' કરતા હોવાનો વિડીયો વાયરલ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૨૫: દેવભુમી દ્વારકા જીલ્લામાં સૌરાષ્ટ્ર મેલ ટ્રેન પસાર થઇ રહી હતી ત્યારે ફાટક ખુલ્લુ હોવાથી દોડધામ મચી ગઇ હતી, જો કે ડ્રાઇવરની સમય સુચકતાથી મોટો  અકસ્માત ટળ્યો હતો.

આ અંગેની પ્રાપ્ ત માહિતી મુજબ દેવભુમિ દ્વારકા જીલ્લાના ઓખાથી સૌરાષ્ટ્ર મેઇલ ટ્રેન મીઠાપુર રેલ્વે સ્ટેશને પહોંચે તે પહેલા આરંભડા પાસેના ગાત્રાળ મંદિર પાસે રેલ્વે ફાટક ખુલ્લુ હોવાથી ડ્રાઇવરે સમય સુચકતા વાપરીને ટ્રેન થંભાવી દીધી હતી.

આ દરમિયાન ટ્રેનના એન્જીન અને અન્ય કર્મચારીઓએ ફાટક બંધ કર્યુ હતું.

જો કે ટ્રેનના ફાટકને ખોલવા અને બંધ  કરવાની કામગીરીમાં રોકાયેલ ફરજ ઉપરના કર્મચારી આરામ ઉપર જોવા મળ્યા હતા. જેનો વિડીયો પણ વાયરલ થયો છે.

(3:41 pm IST)