Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

મોરબી સહીત પાંચ જીલ્લામાંથી હદપારી કરેલ શખ્સ ઝડપાયો

મોરબી સહીત પાંચ જીલ્લામાંથી હદપારી કરેલ શખ્સ મોરબીના પીપળી ગામના પાટિયા પાસેથી હદપારી હુકમના ભંગ બદલ મોરબી એલ.સી.બી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી એલ.સી.બી.ણા દશરથસિંહ પરમાર, નીરવભાઈ મકવાણાને મળેલ બાતમીના આધારે આરોપી જુસબ ઉર્ફે જુસો હબીબભાઈ જામ રહે-અરુણોદય મિલ પાસે, મોરબી વાળાને સબ ડીવી. મેજી. મોરબીના હદપારી હુકમથી મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ-ભુજમાંથી એક વર્ષ માટે હદપાર કરેલ હોય આરોપી મોરબી જીલ્લાના પીપળી ગામના પાટીયા પાસે હોય દરમિયાન મોરબી એલ.સી.બી. ટીમે તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:41 pm IST)
  • રસ્તાના નબળા કામ માટે એન્જિનિયરોને દંડ ફટકાર્યો : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રસ્તાના નબળા અને ખરાબ કામ માટે જવાબદાર ઠેરવી કોર્પોરેશનના ૩૯ ઇજનેરોને દંડ ફટકાર્યો છે. access_time 2:37 pm IST

  • સુરતના કિંમના હથોડા-મોટી નારોલી રસ્તા પર ઝાડ સાથે મોટર સાયકલ ભટકતા અકસ્માત: મોટર સાયકલમાં સવાર માતા, પિતા અને પુત્રીને ઇજા: રાહદારીઓ દ્વારા તાત્કાલિક 108 ને જાણ કરાઈ: જો કે દોઢ કલાક સુધી 108 નહીં આવતા માતાનું નીપજ્યું મોત access_time 9:10 pm IST

  • દિલ્હી અને ગ્રેટર નોઈડામાં પોલીસ અથડામણ : ઈનામી આરોપી સહીત બે ઝડપાયા : ગ્રેટર નોઇડ્સમાં 25 હજારના ઈનામી બદમાશ મનીષની ધરપકડ : દિલ્હીના કૈર ગામમાં નંદુ ગેંગ સાથે પોલીસની અથડામણ access_time 1:05 am IST