સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd September 2019

મોરબી સહીત પાંચ જીલ્લામાંથી હદપારી કરેલ શખ્સ ઝડપાયો

મોરબી સહીત પાંચ જીલ્લામાંથી હદપારી કરેલ શખ્સ મોરબીના પીપળી ગામના પાટિયા પાસેથી હદપારી હુકમના ભંગ બદલ મોરબી એલ.સી.બી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી એલ.સી.બી.ણા દશરથસિંહ પરમાર, નીરવભાઈ મકવાણાને મળેલ બાતમીના આધારે આરોપી જુસબ ઉર્ફે જુસો હબીબભાઈ જામ રહે-અરુણોદય મિલ પાસે, મોરબી વાળાને સબ ડીવી. મેજી. મોરબીના હદપારી હુકમથી મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ-ભુજમાંથી એક વર્ષ માટે હદપાર કરેલ હોય આરોપી મોરબી જીલ્લાના પીપળી ગામના પાટીયા પાસે હોય દરમિયાન મોરબી એલ.સી.બી. ટીમે તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:41 pm IST)