Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ઉપલેટાની તલગણા શાળા મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લેતા લલીતભાઇ વસોયા

 ઉપલેટા તા. રર :.. સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં પોષણ યુકત આહાર ન મળતો હોવાની ફરીયાદો  મોટા ભાગના લોકો કરતા હોય છે આવી  ફરીયાદો ધારાસભ્યો અને આગેવાનોને આવતી હોય છે ત્યારે ઉપલેટાના ચૂંટાયેલા ધારાસભ્ય લલીત વસોયા તથા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગરએ  ઓચીંતી સમઢીયાળા ગામે આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.

ચાલુ મધ્યાહન ભોજન કેન્દ્રમાં રસોઇ બનતી હોય રસોઇ ઘરની મુલાકાત લઇ મેનુ મુજબની રસોઇ બની છે કે કેમ તે તથા ભોજનની ગુણવતા બરાબર છે  કે નહીં તે તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઇ ડાંગર તથા ધારાસભ્યોએ ભોજન આરોગી ખાત્રી કરી સંતોષ વ્યકત કરેલ હતો.

(12:03 pm IST)