Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

મીઠાપુરમાં માર-ધમકીથી ડરી જઇ યુવાને ફિનાઇલ ગટગટાવી લીધુ

મનિષ ખરાની ફરીયાદ પરથી ધાંધાભા વાઘેર સહિતના ૪ સામે ગુન્હો

ખંભાળીયા તા. રર :.. મીઠાપુરમાં રામાપીરના મંદિરની બાજૂમાં રહેતા મનીષ મનુભાઇ ખરા (ઉ.૧૯) ને ધાંધાભા વાઘેર, ગજુભા વાઘેર અને બે અજાણ્યા ઇસમોએ બે મોટર સાયકલ ઉપર આવીને જાતી પ્રત્યે અપમાનીત કરી તું અમને તારા ધંધાના સ્થળે દારૂ સાથે આવવાની ના કેમ પાડે છે ? કહી માથાકુટ કરી અપશબ્દો  બોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ બાદ લાગી આવતા મનીષ ફીનાઇલ પી જતા પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમ મુજબ ગુન્હો નોંધી આગળની  તપાસ ડીવાયએસપી આર.કે. પટેલ ચલાવે  છે.

(11:52 am IST)