Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

CAની પરીક્ષામાં હળવદની ‘પ્રાપ્તી’એ પ્રાપ્ત કર્યો ગુજરાતમાં પ્રથમ ક્રમાંક

હળવદ તથા બ્રહ્મસમાજનું ગૌરવ વધારતા અભિનંદન વર્ષા

હળવદ, તા., ર૦: તાજેતરમાં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટસની પરીક્ષાનું અમદાવાદ બ્રાન્ચનું ફાઇનલ રીઝલ્ટ ર૮-૩૩ ટકા આવ્યું છે. સીએ ફાઇનલ ઓલ ઇન્ડીયા પ્રથમ પ૦ ક્રમાંકમાં મૂળ હળવદની વતની એવી પ્રાપ્તી ભાવેશભાઇ પંચોલીએ ગુજરાતમાં પ્રથમ અને સમગ્ર ભારતમાં ૧૩ માં નંબરે સ્થાન પ્રા કરી હળવદ અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે.

હાલમાં પ્રાપ્તી આઇસીએઆઇ દ્વારા ચલાવતા કોચીંગમાં અભ્યાસ કરે છે.

પ્રાપ્તી પંચોલીએ અકિલા સાથે ટેલીફોનીક વાતમાં જણાવ્યું હતુ કે મારી સફળતા સફળતા પાછળ મારા મમ્મી, કાકા, દાદા, દાદી અને મારી બહેન ઉન્નતી અને ખ્યાતીના સહયોગથી આ ઝળહળતુ પરીણામ પ્રા કરી શકી છું.

પ્રાપ્તીના કાકા ભાવેશભાઇ પંચોલી હાલમાં પણ હળવદ ખાતે જ રહે છે. હળવદની બ્રહ્મ સમાજની દિકરીએ સી.એ.ના ગુજરાતમાં પ્રથમ નંબર મેળવીને બ્રહ્મસમાજનું પણ ગૌરવ વધારેલ છે.(૪.૭)

 

(10:55 am IST)
  • ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાં શાદી પ્રસંગે વિવાદ સર્જાયો : ૩ બાળકોને ફાયરીંગમાં ગોળીઓ લાગી: ૧ મોત access_time 2:15 pm IST

  • અમદાવાદમાં ઝૂંપડામાં કાર ઘુસી :અમન આકાશ પાર્ટીપ્લોટ નજીકનો બનાવ :ઝૂંપડામાં કાર ઘુસતા ચાર લોકોને ઇજા :ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા ;કારચાલક શખ્સ કાર મૂકીને ફરાર access_time 12:51 am IST

  • સીબીઆઇ જજ લોયાના શંકાસ્પદ મૃત્યુ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ - કોઈ પણ હાઇ કોર્ટ હવે જજ લોયા સાથે સંબંધિત કેસ ચલાવશે નહીં : બધા પેન્ડીંગ કેસો સુપ્રીમમાં તબદીલ થાશે : કેસની આગામી સુનાવણી ૨ ફેબ્રુઆરી, બપોરે 2 વાગ્યે થશે access_time 2:41 pm IST