Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ચોટીલામાં ‘‘ભારત ગૌરવ’’યાત્રા યોજાઇ

(હેમલ શાહ) ચોટીલા તા.૨૨: ચોટીલા ખાતે ભારત ગૌરવસાયકલ યાત્રા યોજાઇ હતી. નવી પેઢીને દેશપ્રેમ, એકતા અને અંખડતા, ભાઇચારો, સમાનતા, સ્વચ્છકતા,વ્યસનમુક્તિની પ્રેરણા મળે તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઇ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા આ અનોખી સાયકલ યાત્રાનું આયોજન થયું હતું. ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળથી શરૂ થયેલી સાયકલ યાત્રા ચોટીલાના મુખ્ય માર્ગોથી પસાર થઇ હતી જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, કુસુમબેન મેઘાણી, મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, ચોટીલા પીએસઆઇ ચંદ્રકાંત માઢક, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), અરૂણાચલથી ઓખાની ૯૦૦૦ કિ.મી.ની સાયકલ યાત્રાના રાજેશ ભાતેલીયા (રાજકોટ), વિજય ભારતીય (અમદાવાદ), દેવેન્દ્ર ખાચર (સણોસરા-ચોટીલા), વંદના ગોરસિયા (ખંભાળીયા), નયના પાઠક રાજકોટ આર્કિટેક્ટ ઇલ્યાસ પાનવાલા, વિકાસ ગર્લ્સ સ્કૂલ-સુરેન્દ્રનગરના આચાર્યા હર્ષદબા જાડેજા, સુરેન્દ્રનગર સરકારી શાળા નં.૪ના આચાર્ય કિરતારસિંહ પરમાર, ભરતસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, ફાલ્ગુનભાઇ ઉપાધ્યાય, વાલજીભાઇ પિત્રોડા, વિનોદભાઇ મિસ્ત્રી, અશોકભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્ના હતા. રાજકોટથી ભાગ લેવા આવેલ સવા વર્ષના બાળક સૌર્યન પંકિલભાઇ પઢારિયાએ ભારે કુતુહલ જગાવ્યું હતું.

સમગ્ર યાત્રા દરમિયાન લોકગાયક અભેસિંહ રાઠોડના કંઠમાં મેઘાણી-ગીતો ગુંજ્યા હતા. દરેક સાયકલની આગળ ઝવેરચંદ મેઘાણીનો પ્રેરક પંક્તિઓના બોર્ડ લગાડવામાં આવ્યા હતા.

ભારત જાડો સાયકલ યાત્રાના સાયકલ-રાજેશ ભાતેલીયા, વિજય ભારતીય, દેવેન્દ્ર ખાચર, વંદના ગોરસિયા અને નયના પાઠકનું સન્માન-પત્ર, શાલ અને પુસ્તકો આપીને ભાવભર્યુ અભિવાદન કરાયું હતું.

સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી (આઇપીએસ), નાયબ પોલીસ અધિક્ષક (લીંબડી) પ્રદીપસિંહ જાડેજા, ચોટીલા ઇન્ચાર્જ પીઆઇ ડામોર, પીએસઆઇ ચંદ્રકાંત માઢકના માર્ગદર્શનથી સુરક્ષા સેતુ સોસાયટી-સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સહિતના સંસ્થાઓ યાત્રામાં જાડાયુ હતુ.(૧.૩)

 

(10:55 am IST)
  • દિલ્હી : કરણી સેના પર થઈ કડક કાર્યવાહી, નોએડામાં પોલીસની હાજરીમાં પબ્લિક સાથે મારપીટ કરવા સબબ ૧૩ લોકોની પોલીસે કરી ધરપકડ : ૨૦૦ લોકોના અજ્ઞાત તોળા સામે નોંધાઈ FIR access_time 10:46 am IST

  • છેલ્લાં દસ વર્ષથી સમગ્ર દેશને ઘેલું લગાડનાર ફટાફટ ક્રિકેટ IPL હવે ૧૧મી સીઝન સાથે ફરી આવી રહ્યું છે. આ વર્ષે આઇપીએલનું રણશિંગુ 7 એપ્રિલે ફુંકાશે, જે ૨૭મી મે સુધી ચાલશે. આ વખતે ખાસ વાત એ છે કે IPLની મેચોના સમયમાં ઘણા ફેરબદલ થયા છે. અત્યાર સુધી સાંજે ૪ અને 8 વાગ્યે મેચ શરુ થતા હતા, જે હવેથી સાંજે 5-૩૦ અને 7 વાગ્યાથી ચાલુ થાશે તેમ જાણવા મળે છે. access_time 8:50 pm IST

  • 'દિકરીને સલામ દેશને નામ' શિર્ષક તળે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૮૦ શાળાઓમાં ૨૬મીએ ધ્વજવંદના : ધો- ૧ થી ૮ ના ૨૮ હજાર વિદ્યાર્થી ભાઇ બહેનો અને શિક્ષકો જોડાશેઃ વોર્ડ નં.૬માં મહાપાલીકા યોજીત સમારોહમાં દેશભકિત ખીલી ઉઠશેઃ વિશાળ સંખ્યામાં ધ્વજવંદનામાં ઉમટી પડવા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરનો અનુરોધ access_time 3:52 pm IST