Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

માંગરોળના લોએજમાં સિમેન્ટ રોડનું કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે ખાતમૂર્હત

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૧: લોએજ ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્યશ્રી કેશોદની ગ્રાન્ટમાંથી અ.જા. વિસ્તારમાં નવા પ્લોટ રામાપીરના મંદિરથી માલદેભાઈ સાજણભાઈ નંદાણિયાની વાડી તરફ જતાં રસ્તા પર સિમેન્ટ રોડના કામનુ કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવેલ હતુ.

આ પ્રસંગે કેશોદનાશ્રી વિઠલભાઈ ડોબરીયા તથા જુનાગઢ જીલ્લાના ભાજપના મંત્રી અને લોએજ ગામ ના મહિલા આગેવાન શ્રી ધાનીબેન ગોવાભાઇ નંદાણિયા માંગરોળ તાલુકા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર અને લોએજ ગ્રા.પં.ના સદસ્ય શ્રી રાજેશભાઈ છેલાણાતથા માંગરોળ તા. પં. ના માજી પ્રમુખશ્રી ગોવા ભાઇ ચાંડેરા તથા લોએજ ગ્રા. પં.ના ઉપ સરપંચ શ્રી રામભાઈ ચાંડેરા.રણજીતભાઈ વાઢેર. તથા લોએજ ગામના આગેવાનો યુવાનો મિત્રો વડિલોની હાજરીમાં અતિથિ વિશેષ કેશોદ મત વિસ્તારમાં ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના વરદ હસ્તે શ્રી ફળ વધેરી સિમેન્ટ રોડનુ કામ ચાલુ કરવા ખાતમૂહર્ત કરવામાં આવેલ હતુ.

(11:39 am IST)