Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

નાબાર્ડથી ધામળેજમાં શિક્ષક સ્વ-સહાય જૂથની તાલીમ

પ્રભાસ પાટણ : સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે નાબાર્ડ દ્વારા પ્રશિક્ષક અને સ્વ-સહાય જૂથના સભ્યની વર્કશોપ યોજવામાં આવી હતી. આ વર્કશોપમાં નાબાર્ડ ડીડીએમશ્રી કિરણ રાઉત, એલડીએમશ્રી અશોક વ્યાસ, દર્શન સૂત્રેજા, અશોક વાઢેર સહિતના મહાનુભાવોએ આત્મનિર્ભર યોજના, ઇ શકિત, પંચસૂત્ર વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ વર્કશોપમાં ૬૦ સ્વ-સહાય જૂથની બહેનોએ ભાગ લીધો હતો. કોડીનાર તાલુકા કો-ઓપરેટીવ બેન્કિંગ યુનિયન લિ તરફથી  નાબાર્ડના સહયોગ દ્વારા નાટકનું આયોજન સિંધાજ ગામે કરવામાં આવ્યું હતું. આ -સંગે બેન્કના ચેરમેનશ્રી પી.એસ.ડોડીયા, જનરલ મેનેજરશ્રી બી.કે.વાળા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ યોજાઇ તે તસ્વીર. (તસ્વીર : દેવાભાઈ રાઠોડ, પ્રભાસ પાટણ)

(11:36 am IST)