Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ચોટીલામાં પોલીસની સારી કામગીરી પણ વધુ કડક થાયઃ લોક દરબારમાં રજુઆત

ચોટીલા, તા.૨૦: ચોટીલા પોલીસ સ્ટેશનમાં ડીએસપીના ઇન્સ્પેકશન દરમિયાન યોજાયેલ લોક દરબારમાં પીઆઇ ની કામગીરી સારી છે પરંતુ વધુ કડક થવાની રજુઆત કરેલ છે.

સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડીયાએ યોજેલ લોક દરબારમાં ચોટીલાનાં વેપારી આગેવાનો, વિવિધ સમાજનાં અગ્રણીઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ નાં ટ્રસ્ટીઓ સાથે રાજકિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ચોટીલા પીઆઇ કે. ડી નકુમે પંથકમાં કાયદો વ્યવસ્થા અંગે ઉઠાવેલ પગલાથી સંતુષ્ટ છે તેમજ પોલીસનાં કેટલાક પગલા આવકાર દાયક છે પરંતુ નાની ઉંમરનાં બાઇકો લઈ ને દોડતા ટાબરીયાઓ અને શાળા કોલેજ જવાના રસ્તે કેટલાક સ્થળોએ જામતા અડીંગાની સામે પોલીસે વધુ કડક થવાની જરૂર છે

તેમજ વિધર્મીઓ દ્વારા તાજેતરમાં બે હિન્દુ યુવતીઓને ભગાડી જવાના બનેલ બનાવમાં લવજેહાદ અને સ્લીપર સેલ કાર્યરત બનેલ હોવાની આશંકા વ્યકત કરાઈ હતી જેની સામે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવેલ છે.

શહેરની અંદર નવા પીઆઇ એ છેલ્લા ૩ મહિનામાં કરેલ કામગીરીને લોકોએ બિરદાવેલ હતી અને જનહિતાર્થે પોલીસનાં દરેક પગલા માં વેપારીઓ સહકાર આપશે તેવો કોલ ચેમ્બર્સનાં પ્રમુખ રણજીતસિંહ ચૌહાણે આપેલ હતો આવનારા દિવસોમાં વેપારીઓ સાથે એક અલગ બેઠક રાખવાનું આયોજન કરાશે તેમ એસપી એ જણાવેલ હતુ જયારે ઉપસ્થિત સૌ આગેવાનો નો પોલીસ પરિવાર વતી પીઆઇ એ આભાર માનેલ હતો. (તસવીરઃ હેમલ શાહ)

(1:25 pm IST)