Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

જૂનાગઢ સત્યમ્ મંડળ દ્વારા ચોપડા વિતરણ

જુનાગઢ સેવાભાવી સંસ્થા સત્યમ્ સેવા યુવક મંડળ દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો મેડીકલ કોલેજના ડીન શ્રી સુરેશભાઇ રાઠોડ, તથા મેયર આધ્યશકિતબેન મજમુદારના હસ્તે ખુલ્લો મુકવામા આવેલ હતો આ પંદર હજાર ચોડા આર્થિક રીતે નબળા કુટુંબને રાહત દરે વિતરણ કરવામા આવેલ હતું. આ સેવા યજ્ઞમાં  હરસુખભાઇ વઘાસીયા, બટુક બાપુ, રાજેશભાઇ લાલચેતા, અજીતભાઇ ગોધવાણી, વિજયાબેન લોઢીયા, સી.જે.ડાંગર, અમુદાનભાઇ ગઢવી, પ્રો.પી.બી.ઉન્ડકટ, વર્ષાબેન બોરીચાંગર વિગેરે ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમને સફળ બનવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજા, અરવિંદભાઇ મારડીયા, શાંતાબેન બેસ, કમલેશભાઇ પંડયા, સરોજબેન જોષી વિગેરે કાર્યક્રમને સફળ બનાવેલ હતો. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:37 am IST)